‘રોહિત ધોનીથી સારો કેપ્ટન છે કેમ કે..’, ભજ્જીએ હિટમેનને કેમ રાખ્યો માહીથી ઉપર?
ભારતનો બેસ્ટ કેપ્ટન કોણ? ક્રિકેટની ગલિયોમાં આ મુદ્દો દરેક સમયે ચર્ચાનો વિષય રહે છે. કોઇ કપિલ દેવને આ લિસ્ટમાં સૌથી ઉપર રાખે છે કેમ કે તેમણે ભારતીય ટીમને પહેલો વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તો કોઇ સૌરવ ગાંગુલીને બેસ્ટ કેપ્ટન બતાવે છે કેમ કે તેણે યુવા ખેલાડીઓ સાથે ટીમને વિદેશી ધરતી પર જીતવાનું શીખવ્યું હતું. જો કે, આ બધાથી ઉપર મહેન્દ્ર સિંહ ધોની છે જેણે ભારતને ટ્રોફી જીતાડવા સાથે વિદેશી ધરતી પર પણ ઘણી સીરિઝ જીતાડી છે. ધોની ભારતનો એકમાત્ર કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં 3-3 ICC ટ્રોફી જીતી છે. તો રોહિત શર્મા પણ હવે ભારતનો સૌથી સફળ કેપ્ટનોની લિસ્ટમાં સામેલ થઇ ગયો છે.
ભારતે અત્યાર સુધી 2 વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. એક વખત વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં, તો બીજી વખત વર્ષ 2024માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં. બંને પોતાના શાનદાર સ્ટ્રેટેજી માટે જાણીતા છે. ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રોહિત શર્માને મહેન્દ્ર સિંહ ધોનીથી સારો કેપ્ટન માન્યો છે. સ્પોર્ટ્સ યારી પર વાતચીત કરતાં હરભજન સિંહે જણાવ્યું કે, તે ધોનીથી ઉપર રોહિત શર્માને જેમ માને છે. તે ખેલાડી પાસે જાય છે અને તેને પૂછે છે કે તેને શું જોઇએ છે. તેના સાથી ખેલાડી તેની સાથે ખૂબ સારી રીતે જોડાય છે, પરંતુ ધોનીનો અંદાજ અલગ હતો.
હરભજન સિંહે વધુમાં કહ્યું કે, તે (ધોની) કોઇ સાથે વાત કરતો નહોતો. તે પોતાની શાંતિના માધ્યમથી પોતાના વિચાર વ્યક્ત કરતો હતો. બીજાઓ સાથે વાત કરવાની તેની આજ રીત હતી. ધોની અને રોહિત પૂરી રીતે અલગ અલગ કેપ્ટન છે. મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય પણ કોઇ ખેલાડી પાસે જતો નહોતો અને તેને પૂછતો નહોતો કે તને કઇ ફિલ્ડ જોઇએ છે. તે તમને પોતાની ભૂલોથી શીખવા દેતો હતો.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની 2 વખત ICC ટ્રોફી જીતનારો ભારતનો એકમાત્ર કેપ્ટન છે, જ્યારે રોહિત શર્માએ ભારતને T20 વર્લ્ડ કપ જીતડ્યો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વર્ષ 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યાં ટીમને ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપની વિજેતા બનતા ચૂકી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp