કેજરીવાલ અને AAPનો દાવ ન ચાલ્યો, ટક્કર તો છોડો ખાતું પણ ન ખૂલ્યું
અસ્તિત્વમાં આવ્યાના એક દાયકામાં રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો. નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોનો ઉત્સાહ ચરમ પર. આ દરમિયાન પાર્ટીના મુખિયાના ગૃહ રાજ્યમાં ચૂંટણી. ચૂંટણીના બરાબર પહેલા સુપ્રીમોનું જેલમાંથી બહાર આવવું. લોક લોભમણાં વાયદાઓની લાઇનો લગાવવી. અપેક્ષાઓને પાંખ લાગવી, પરંતુ પરિણામ આવ્યા એકદમ વિરુદ્ધ. અત્યાર સુધી તો તમે સમજી જ ગયા હશે કે અહી વાત થઇ રહી છે.
હરિયાણા વિધાનસભાની ચૂંટણી અને આમ આદમી પાર્ટી (AAP)ની. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં બંધ અરવિંદ કેજરીવાલ પોતાના ગૃહ રાજ્ય હરિયાણામાં વોટિંગના થોડા દિવસ અગાઉ જ બહાર આવ્યા તો પાર્ટીને અપેક્ષા હતી કે આ વખત ન માત્ર ખાતું ખોલશે, પરંતુ કિંગમેકર બનશે, પરંતુ એમ ન થઇ શક્યું. પાર્ટી 2 ટકા વોટ શેરને પણ સ્પર્શતી નજરે પડી રહી નથી.
AAP હરિયાણાને એક એવા રાજ્ય તરીકે જુએ છે, જ્યાં તેના માટે તક હોય શકે છે. એક તો તે દિલ્હી અને પંજાબની નજીક છે, જ્યાં AAPની સરકારો છે અને બીજું એ કે હરિયાણા AAPના સંયોજક અરવિંદ કેજરીવાલનું ગૃહ રાજ્ય છે. AAPએ આ જ આત્મવિશ્વાસ સાથે કોંગ્રેસ સાથે ચૂંટણી અગાઉ સમજૂતીનો પ્રયાસ કર્યો, પરંતુ સીટ શેરિંગ પર વાત ફસાઇ ગઇ. AAPએ પણ વધુ રાહ ન જોઇ અને પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવાની શરૂ કરી દીધી.
હરિયાણાની 90માંથી 89 સીટો પર ચૂંટણી લડી, પરંતુ આ વખત પણ ખાતું ન ખોલી શકી. પાર્ટી માટે સંતોષની વાત એ હોય શકે છે કે હરિયાણામાં ગત વખત AAP, NOTAથી પણ ઓછા વોટ હાંસલ કરી શકી હતી, પરંતુ આ વખત NOTAથી વધુ વોટ મળતા દેખાઇ રહ્યા છે. હરિયાણામાં AAPની વોટિંગ ટકાવારી દોઢ ટકાની આસપાસ દેખાઇ રહી છે. ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા AAPના દિગ્ગજ નેતાઓએ હરિયાણામાં પોતાની પૂરી તાકત લગાવી દીધી હતી.
શાનદાર રોડ શૉ અને ચૂંટણી રેલીઓ થઇ, પરંતુ પાર્ટી ખાતું ખોલવામાં પણ નિષ્ફળ દેખાઇ રહી છે. આમ તો અત્યારે મતગણતરી ચાલી રહી છે, પરંતુ તે પૂર્ણ થાય બાદ બધી સીટો પર AAPની જો બધી ડિપોઝિટ જપ્ત થાય છે તો તેમાં નવાઇની વાત નહીં હોય. 89 સીટો પર ચૂંટણી લડનારી AAPએ 2019ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 46 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. ત્યારે પણ પાર્ટી ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી, અત્યારે પણ ખાતું ખોલતી દેખાઇ રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp