આજે છે દુનિયાના સૌથી ખતરનાક વ્યક્તિનો જન્મ દિવસ, જાણો કોણ...

PC: thedailybeast.com

એડોલ્ફ હિટલર નામ આવતાની સાથે જ ઢીંગણા કદના ડિકટેટરની ઈમેજ આપોઆપ ક્રિએટ થઈ જાય છે. આજના દિવસે હિટલરનો જન્મ થયો હતો. ઓસ્ટ્રીયાના બ્રુનાઉ એમ ઈનમાં 1889ની 20 એપ્રિલે હિટલર જન્મ્યો હતો અને 30 એપ્રિલ 1945માં મૃત્યુ પામ્યો હતો. 

આત્મહત્યા કરનારા હિટલર અંગે કેકનેક્ટિકટ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું. હિટલરની ખોપડીનાં DNAની તપાસ કરનારા વૈજ્ઞાનિકો એનાલિસિસ કરતી વખતે ચોંકી ગયા હતા. ખોપડી પર એનાલિસિસ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તારણો કાઢયા કે શું હિટલર બચી ગયા હતા કે પછી કોઈ ષડયંત્રનો ભોગ બન્યા હતા અથવા જર્મનીથી ભાગી ગયા હતા? આવા અનેક સવાલો યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ ઉભા કર્યા છે. હિટલરની ખોપડીના DNA અંગે ગાર્ડિયનમાં છપાયેલા અહેવાલમાં વિસ્તૃત તારણો આપવામાં આવ્યા છે.

કેકનેક્ટિકટ યુનિવર્સિટીનાં આર્કિયોલોજિસ્ટ અને બોન સ્પેશિયાલિસ્ટ નિક બેલાન્ટોનીનાં જણાવ્યા પ્રમાણે શરૂઆતથી લાગતું હતું કે કશું ખોટું થયું છે. હાડકા ખૂબ જ પાતળા હતા. પુરુષ હાડકા મજબુત હોય છે. આ ઉપરાંત હાડકાઓની બાંધણી અને પ્લેટો એવું દર્શાવતી હતી કે જે કંઈ પણ હાડપિંજર હતું તે 40 વર્ષની અંદરની વ્યક્તિનું હોવાનું વધારે લાગતું હતું. જ્યારે હિટલરે 1945માં 56 વર્ષ પુરા કર્યા હતા.

બેલાન્ટોની મોસ્કો ગયા હતા અને રશિયન સ્ટેટ આર્કાઈવ્ઝમાં હિટલરના હાડપિંજરની સ્ટડી કરી હતી. ખોપડી ઉપરાંત લોહી અને સોફાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ ચીજો એવી હતી કે જે હિટલર અને બ્રોનની આત્મહત્યા સાથે સંબંધિત હતી.

હિટલરની અસ્કયામતો સાથે માત્ર તેમને એક ક્લાક જેટલો સમય જ આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેમણે સોફાના કોટન અને અન્ય DNA નમૂના લીધા હતા. 1945ની જે વસ્તુઓ ફોટોમાં જોઈ હતી તેના પર સંશોધન કરવાનો મોકો મળ્યો હતો. જેટલો સમય મળ્યો એટલા સમયમાં વાસ્તવિક વસ્તુઓ પર કામ કર્યું હતું.

DNAનાં તમામ નમૂના કેકનેક્ટિકટ યુનિવર્સિટીમાં લાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીએ હિટલર પ્રોજેકટ પર કામ કરવા માટે ત્રણ દિવસ સુધી અન્ય સંશોધનો બંધ કરી દીધા હતા. ક્રાઈમ લેબમાં જીનેટીક્સ ચકાસણી કરવામાં આવી હતી. લિન્ડા સ્ટ્રોસબોગ કહે છે કે ક્રાઈમ લેબને બંધ કરી તમામ DNA નમૂનાની તપાસ કરવામાં આવી હતી. અણુ કોપીંગ કરી જીનેટીક્સ તારવણી કરવામાં આવી હતી. નમૂનાઓનું રિડીંગ કરવામાં ક્રાઈમ લેબ સફળ રહી અને જીનેટીક માહિતી હાંસલ થઈ. ઈતિહાસ એવું કહે છે કે હિટલર અને બ્રોનની બોડીને બ્લેન્કેટમાં લઈ જવામાં આવી હતી અને બર્લિન બન્કર નજીક બોમ્બ કાર્ટર પાસે પેટ્રોલ છાંટી બાળી નાંખવામાં આવી હતી.

કેકનેક્ટિકટ યુનિવર્સિટીને અસાધારણ પરિણામ મળ્યું.1946માં રશિયાએ ફ્યુહરર બન્કર બહાર ખાડો ખોદી હિટલરની ખોપડીનાં ટુકડા દાટી દીધા હોવાનું કહેવાય છે. પણ યુનિવર્સિટી પાસે આવેલા ખોપડીનાં ટુકડાઓ નિર્વિવાદરૂપે મહિલાનાં હોવાની પૃષ્ટિ થઈ. હિટલરે ખુદના હાથે ખુદને જ ગોળી મારી હોવાની વાત ફેલાવામાં આવી હોવાનું માની શકાય છે. DNA સેમ્પલ અને સંજોગો એવું દર્શાવી રહ્યા છે કે હિટલરનું મોત બન્કરમાં થયું ન હતું.

દાયકાઓ સુધી રહસ્યમય બનેલા હિટલરના મોત પરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. જોકે, હિટલરનાં મોત અંગેનો ફોટો કે કોઈ રેકોર્ડીંગ જાહેર કરાયું નથી. 1945માં સોવિયેત લશ્કરનું બર્લિનમાં કન્ટ્રોલ રૂમ હતું. સ્મેર્શ નામનું જાસુસી યુનિટ હતું. આ યુનિટને મોતના જાસુસ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. હિટલરનું પોસ્ટમોર્ટમ પણ બંધબારણે અને ભારે ગુપ્તતા હેઠળ કરવામાં આવ્યું હતું. આ જાસુસી યુનિટે સમગ્ર બાબત પર દેખરેખ રાખી હતી. ખોપડીનો એક હિસ્સો કદાચ હિટલરની આત્મહત્યા તરફ અંગૂલિનિર્દેશ કરી જતું હતું તે હાડપિંજર પરથી ગાયબ હતું. દાંતનો રેકોર્ડ મળી આવ્યો ન હતો. એવું કહેવાયું હતું શબ પરિક્ષણ દરમિયાન દાંતને શબ પરિક્ષણ કરનાર તબીબે સાચવી રાખ્યો છે પણ આખીય વાત અફવા સાબિત થઈ છે. શરીરનાં મહત્વનાં ભાગમાં એક માત્ર અંડકોષ જ હતાં.

હંમેશની જે સ્ટાલિનનું વલણ શંકાસ્પદ જ રહ્યું હતું. 1946માં દ્વિતીય સિક્રેટ મિશનનો બર્લિનમાં પ્રારંભ થયો. આ જ સમયગાળામાં હિટલરની ડેથ બોડી મળી આવી હતી. નવી ટીમે શોધ્યું કે હિટલરનાં ગૂમ થયેલા શરીરનાં ભાગ સહિત જ્યાંથી ગોળી ઘા કરી પસાર થઈ હતી તે ભાગ આજદિન સુધી ગૂમ છે. રશિયનો પાસે પણ હિટલરનો લોહીનાં ડાઘવાળા સોફા સિવાય બીજું કશું નથી.

હિટલરનાં મોત અંગે ગુપ્તતા જાળવવામાં એજન્સીઓની નિષ્ફળતાથી ખુદ સ્ટાલિનને પણ સંતોષ ન હતો. સ્ટાલિન પોતે પણ આ અંગે નિષ્ફળ રહ્યા હતા. આ આખીય વાતથી જગત અજાણ છે.

હિટલરનાં શરીરનાં ટુકડા ઈસ્ટ જર્મનીમાં આવેલા મેગ્ડબર્ગનાં સ્મેર્શ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. સ્ટાલિનના મોત એટલે કે 1953 સુધી ત્યાં જ રાખવામાં આવ્યા હતા. આખરે 1970માં KGBએ હિટલરનાં શરીરનાં ભાગોને પોતાના તાબા હેઠળ લઈ લીધા હતા. માત્ર જડબા અને લોહીવાળા સોફાને સોવિયેત ઈન્ટેલિજન્સનાં તાબા હેઠળ રાખવામાં આવ્યા હતા.

ત્યાર બાદ અંતિમક્રિયા કરી અસ્થીઓને નદીમાં પધરાવી દેવામાં આવી હતી. માત્ર જડબા અને લોહીવાળો સોફો રાખવામાં આવ્યો. છેવટે 1947માં હિટલરનાં બન્કરને પણ ઉડાવી દેવામાં આવ્યો. ત્યાર બાદ છેક 2000ની સાલ સુધી મોસ્કોમાં આવેલાં રશિયન સ્ટેટ આર્કાઈવ્ઝમાં પ્રદર્શન માટે મુકાયા હતા. લોકો માટે આ એક પ્રકારની યાતનાસભર બાબત બની રહી.

હિટલરની ડેથ બોડીનાં ટુકડા પ્રદર્શન હેઠળ મુકાયા તો ખરા પણ લોકોને જોવા મળ્યા હતા માત્ર જડબા. આર્કાઈવ્ઝનાં ચીફ સરેગેઈ મિરોનેન્કોનાં જણાવ્યા મુજબ પ્રદર્શનીમાં મુકાયેલા શરીરનાં ભાગો હિટલરનાં જ છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. હિટલરની અંતિમ ક્રિયા કર્યા બાદ શરીરનાં આ ટુકડા મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ પ્રમાણભૂત છે.

હિટલર અને ઈવા બ્રોને આત્મહત્યા કરી હોવાનું કોઈ પ્રમાણ સાબિત થઈ રહ્યું નથી. 20થી 40 વર્ષની ઉંમર ધરાવતી મહિલાના શરીરનાં ટુકડા છે એ વાત સાબિત થઈ રહી છે. ઈવા બ્રોન તો 33 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામી હોવાનું કહી બેલાન્ટોની કહે છે કે અમને જાણ થઈ ગઈ છે કે જે હાડનાં ટુકડા મળી આવ્યા છે તે 20થી 40 વર્ષની ઉંમરની મહિલાનાં છે. એટલે બ્રોનીનાં મોત અંગે પણ શંકા થાય છે. કોઈ રિપોર્ટ નથી કે ઈવા બ્રોને પોતાની જાતેને પોતાના હાથે જ ગોળી મારી દીધી હતી. તે સમયે અનેક લોકોને બન્કર એરિયામાં મારી નાંખવામાં આવ્યા હતા. હિટલરની મોત પરથી પડદો ઉંચકાશે એવું બેલાન્ટોની કહે છે.

30 એપ્રિલ 1945માં હિટલરનાં બન્કરમાં ખરેખર શું બન્યું હતું તેનાથી આજે પણ વિશ્વ અજાણ છે. અજીબ ઘટના પર આજે 129મી જયંતિએ હિટલરને અનેક રીતે યાદ કરવામાં આવે છે. પરંતુ તેના મોત પર આજે પણ રહસ્યનાં જાળા પથરાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp