બિગબોસમાં સ્પર્ધકો કેવી રીતે પસંદ કરાય છે? શો સ્ક્રિપ્ટેડ હોય છે?જાણો અંદરની વાત
TVનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ' દર વર્ષે પોતાના ફેન્સ માટે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરતો રહે છે. દર્શકોનું મનોરંજન કરવું અને તેમને ટ્વિસ્ટ અને ટર્ન્સમાં વ્યસ્ત રાખવાનું આ શોનું કામ છે. દર વર્ષે નવા સ્પર્ધકો શોમાં પ્રવેશતા રહે છે. દરેક વ્યક્તિ આ શો દ્વારા પોતાની કારકિર્દીને ચમકાવવાનો પ્રયાસ કરે છે. શોમાં કઈ હસ્તીઓ આવે છે અને તેમનો સંપર્ક કેવી રીતે થાય છે? આ વિશે બહુ ઓછા લોકો જાણે છે.
આજે અમે તમને બિગ બોસ શોના 'બેકબોન' એટલે કે શોની અસલી ટીમનો પરિચય કરાવીશું, જેમના મગજ અને સર્જનાત્મકતાના કારણે આજે બિગ બોસ શો આટલો મોટો બની ગયો છે.
મીડિયા સૂત્રની સાથે વાતચીત કરતા બોસ શોના ક્રિએટિવ ડિરેક્ટર તુષાર જોશીએ આ શો સાથે જોડાયેલી ઘણી બાબતોનો પણ ખુલાસો કર્યો છે, જેના વિશે કોઈ જાણતું નથી. દરેક શો પાછળ એક ટીમ હોય છે જેનું કામ બેકએન્ડથી શોને યોગ્ય રીતે ચલાવવાનું હોય છે. શોમાં જે પણ અવરોધો આવે છે, એક ટીમ તેની સર્જનાત્મકતાથી તેને દૂર કરે છે.
પોતાના કામ વિશે વાત કરતાં તુષાર જોશીએ કહ્યું, 'અમારું કામ શોને સર્જનાત્મક રીતે આગળ લઈ જવાનું છે. જો શો વિશે વાત કરીએ તો હિન્દી બિગ બોસમાં અમે અન્ય ભાષાઓની જેમ કામ કરતા નથી. તેમની પાસે દરેક વિભાગ માટે એક ટીમ હોય છે. અમે બધા કામ સાથે મળીને કરીએ છીએ. અમારે બધા સાથે બેસીને આવતા અઠવાડિયાનો પ્લાન બનાવવાનો હોય છે. અમારે એ પણ જોવાનું હોય છે કે અમે શોને કઈ દિશામાં લઈ જઈશું.'
બિગ બોસ શો સંપૂર્ણપણે વાસ્તવિક હોય છે. આમાં TV સિરિયલની જેમ વાર્તા બદલી શકાતી નથી. તુષારે વધુમાં કહ્યું કે, જો કોઈ એવું વિચારે છે કે બિગ બોસ શોમાં મનોરંજનની કમી પૂરી કરવી સરળ છે તો એવું નથી. જો આપણું કાસ્ટિંગ યોગ્ય હોય તો, તે એકદમ સરળ બની જાય છે. પરંતુ જો કાસ્ટિંગ યોગ્ય ન થઇ હોય તો ઘણું બધું બદલવું પડતું અને કરવું પડતું હોય છે. તેમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લાવવામાં આવે છે અને શોમાં ટ્વિસ્ટ લાવવાનો પ્રયાસ થતો હોય છે. એક નવો એંગલ શોધવો પડે છે.'
'જો તમે ખાસ કરીને બિગ બોસ હિન્દી વિશે જાણવા માગો છો, તો અમારો સૌથી મોટો પડકાર લોકોની અપેક્ષાઓ છે. તમે એમ ન કહી શકો કે આ શો ચાલ્યો નથી. TV પર ચાલતો આ સૌથી લાંબો રિયાલિટી શો છે. તેથી દર વર્ષે કંઈક નવું લાવવું એ એક પડકારજનક છે. હિન્દી દર્શકો તમને એવું વિચારવાની તક આપતા નથી કે આ શો આટલા વર્ષોથી ચાલતો આવે છે, ઠીક છે તે, અમે તે જોઈ લેશું, કોઈ વાંધો નથી, એવું નથી. જનતા તમારા કામને એકદમ નકારી કાઢે છે. તે અમારા દિમાગમાં સ્પષ્ટ છે. વ્યુઅરશિપ અમારા માટે એક મોટું દબાણ છે.'
ઘણા વર્ષોથી અમે સાંભળતા આવ્યા છીએ કે, બિગ બોસ શો સ્ક્રિપ્ટેડ હોય છે. હવે શું શૉ ખરેખર સ્ક્રિપ્ટેડ હોય છે કે નહીં? તુષારે તેના પર પણ વાત કરી કે, આ શો સ્ક્રિપ્ટેડ છે કે નહીં. જતા જતા તેણે કહ્યું, 'હા, અમે પણ ઘણું સાંભળ્યું છે. હું તમને તેનો સાચો જવાબ આપી શકું છું, તે એ છે કે ના, શો સ્ક્રિપ્ટેડ નથી હોતો. હવે આ વાત અમે કોને કોને કેવી રીતે સમજાવીએ? મને લાગે છે કે, જે દિવસે આ શોની સ્ક્રિપ્ટ પર બનવાની શરૂઆત થશે, ત્યારે તમે પોતે જ આગળ આવીને અમારી ભૂલો બતાવવાનું શરૂ કરશો. તે અમારા મૂડ પર પણ આધાર રાખે છે. જો કોઈને સમજવું હોય તો અમે તેને સમજાવીએ પણ છીએ, પરંતુ જો તેઓને સમજવું જ ના હોય તો અમે પણ કહીએ છીએ કે હા તે સ્ક્રિપ્ટેડ છે.'
હવે બિગ બોસની 18મી સીઝન ચાલી રહી છે. લોકોને શોમાં એટલી મજા નથી આવી રહી, જેના માટે શોના મેકર્સ ઘણી બધી અલગ-અલગ વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, શોના નિર્માતાઓ ફરીથી શોમાં મનોરંજનનો વઘાર કરી શકશે કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp