'તને નહીં જવા દઉં...', રહેમાને ગીતકારને ઘરમાં બેસાડી, અડધી રાતે લખાવ્યું ગીત

PC: bollywoodshaadis.com

દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'અમર સિંહ ચમકીલા' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. પંજાબી સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત ફિલ્મને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચમકીલાના ગીતોની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મના ગીતો ઇર્શાદ કામીલે લખ્યા છે, જેમણે ચમકીલાના ગીતો પાછળની રસપ્રદ વાર્તા વર્ણવી છે.

લોકો 'અમર સિંહ ચમકીલા'ના ગીતોના દીવાના છે. અદ્ભુત ગીતોના બોલ માટે ઇર્શાદ કામિલના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે કામિલે હિટ ગીત 'તુ ક્યા જાને' બનાવવા પાછળની વાર્તા વિશે જણાવ્યું છે. મીડિયા ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે 'AR રહેમાને જ્યાં સુધી આ ગીતની કેટલીક લાઈનો ફાઈનલ કરીને તેને આપી ન હતી ત્યાં સુધી તેને તેની પાસેથી જવા દીધો નહોતો.'

ઇર્શાદ કહે છે, 'તુ ક્યા જાને' પહેલા બીજું ગીત કમ્પોઝ કરીને ફાઇનલ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર પછી જોવા મળ્યું કે, આ ગીત સીનને બિલકુલ ફીટ કરતું ન હતું. 'તુ ક્યા જાને' ગીત ખૂબ વિચાર કર્યા પછી બનાવવામાં આવ્યું છે. ઇર્શાદ કહે છે, 'હું કોઈ કામથી રહેમાનને મળવા ગયો હતો. અડધી રાત વીતી ગઈ હતી. દરમિયાન તેણે મને કહ્યું, અહીં જ બેસો અને તારે બહાર જવાનું નથી. રહેમાને ઈર્શાદને કહ્યું કે 'નવા ગીત માટે એક-બે લાઈન મળે તે પહેલાં હું તને બહાર જવા નહીં દઉં.'

ઇર્શાદે કહ્યું કે, 'તે સમયે રાત્રે 2 વાગ્યા હતા. મેં તેને કહ્યું કે, મારુ મગજ કામ નથી કરતુ. જવાબમાં તેણે કહ્યું કે, હું તમારી વાત સાંભળતો નથી. મને ગીતની ફક્ત એક પંક્તિ લખી આપો.' બસ આ પછી કામિલના મગજમાં 'તુ ક્યા જાને' ગીત આવ્યું, જેના કારણે રહેમાન પણ ખુશ થઈ ગયો અને પબ્લિક તો ખુશ થઈ જ ગઈ છે.

અહીં તમને જણાવી દઈએ કે 'અમર સિંહ ચમકીલા' નેટફ્લિક્સ પર 12મી એપ્રિલે સ્ટ્રીમ કરવામાં આવી હતી. ફિલ્મનું IMDb રેટિંગ 8.3 છે. ફિલ્મ 'ચમકિલા' નેટફ્લિક્સ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ ફિલ્મ લોકપ્રિય પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક છે. ચમકીલાના ગીતો જેટલા લોકપ્રિય હતા, એટલા જ તેના પર વિવાદો પણ થયા. જેના ગીતોને 'અશ્લીલ' કહેવામાં આવતા હતા. 1988માં ચમકીલા અને તેની પત્ની અમરજોતની હત્યા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp