જો આટલા વોટ પલટાશે તો પરષોત્તમ રૂપાલાને રાજકોટમાં ભારે પડશે

PC: thehindu.com

છેલ્લાં 26 દિવસથી રૂપાલા વિવાદે ગુજરાતમાં ભાજપ નેતાઓની ઉંઘ હરામ કરી નાંખી છે. રૂપાલાએ ક્ષત્રિયોની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે નારાજગી છે અને એ અસર જો મતદાન પર પડશે તો રૂપાલાને ભારે પડી શકે છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, રાજકોટમાં જો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ક્ષત્રિય સમાજના ખાલી 10 ટકા વોર્ટ પણ જો પલટી મારી દેશે તો પરષોત્તમ રૂપાલાને ભારે પડી શકે છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજકોટમાં ભાજપને 6.74 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 6.01 લાખ મત મળ્યા હતા. મતલબ કે 73,000 વોટનો જ ફરક છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના 85,000 મતદારો છે. બીજું કે ગુજરાત વિધાનસભા 2022માં AAPને 2.74 લાખ મત મળ્યા હતા ત્યારે AAP- કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડતા હતા આ વખતે ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp