કેસર કેરીના બોક્સના શું ભાવ ચાલે છે, જાણવું છે તો આ સમાચાર વાંચી લો

PC: kc

ઉનાળાની સિઝન પુરી થવાની શરૂઆત થાય તેની સાથે કેરીનું આગમન થવા માંડે છે અને મે મહિનાથી બજારમાં કેરી મોટા પ્રમાણમાં મળતી જોવા મળે છે. કેરીની આમ તો અનેક જાત છે, પરંતુ કેસર કેરીને  મેંગો કીંગ કહેવામાં આવે છે કારણકે તેની ગજબની મિઠાશ હોય છે. તમને એ જાણવામાં રસ પડશે કે અત્યારે કેરીના ભાવ શું ચાલી રહ્યા છે. આમ તો છેલ્લાં કેટલાંક દિવસોથી કેરીના ભાવોમાં વધઘટ જોવા મળી રહી છે.

કેસર કેરી માટે સૌરાષ્ટ્રના વિસ્તારો, તળાળા, ગીર, અમરેલી, જૂનાગઢ ફેમસ છે અને વલસાડની કેસર કેરી પણ વખણાય છે. 26 એપ્રિલે જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પહેલી વખત  389 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઇ ત્યારે મણ દીઠ ભાવ 1400 રૂપિયાથી 2400 રૂપિયા જેટલો હતો.

8 મે, બુધવારના દિવસે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં 836 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઇ અને મણથી ભાવ 800 રૂપિયાથી 2600 રૂપિયા સુધીનો રહ્યો. જૂનાગઢમાં બોક્સ દીઠ કેરીનો ભાવ 1200 રૂપિયાથી 1700 રૂપિયા હતો. એક બોક્સમાં 10 કિલો કેરી આવે છે.

2 મેના દિવસે 746 ક્વિન્ટલ કેરીની આવક થઇ હતી. ત્યારે બોક્સ દીઠ ભાવ 1300 રૂપિયાની આજુબાજુ હતો. એના ગત સપ્તાહમાં કેરીના ભાવમાં મણ દીઠ ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

3 મેના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 831 ક્વિન્ટલ કેરીની આવક થઇ હતી. જે મણ દીઠ 3,000 રૂપિયા સુધી બોલાઇ ગયા હતા. આવનારા દિવસોમાં જો કેરીની આવક વધશે તો ભાવ નીચા આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp