નડ્ડાના નિવાસસ્થાને NDA નેતાઓની મહત્વની બેઠક, જાણો કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ

PC: tv9hindi.com

BJP અધ્યક્ષ JP નડ્ડાના નિવાસસ્થાને NDAના ટોચના નેતાઓની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. NDA નેતાઓની આ બેઠક લગભગ પચાસ મિનિટ સુધી ચાલી હતી.

સૂત્રોનો ઉલ્લેખ કરીને ખબર આવી છે કે, NDA નેતાઓ સાથેની બેઠકમાં અમિત શાહ અને નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવી રહેલા બંધારણના મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરી હતી. આ દરમિયાન જણાવવામાં આવ્યું કે, કેવી રીતે કોંગ્રેસે બંધારણના મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે. NDAની અંદર પક્ષો વચ્ચે વધુ સારા સંકલન પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે, કેવી રીતે કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી વિવિધ સાંસદો સાથે સંકલન કરશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરશે.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં NDAમાં વધુ સારા સંકલન અને સમન્વયની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

NDA સાથી પક્ષોને એ પણ કહેવામાં આવ્યું કે, કેવી રીતે વિપક્ષી પાર્ટીઓએ આંબેડકર પર આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું અને તેની આસપાસ રાજકીય વાર્તા બનાવવાનો પ્રયાસ કર્યો.

બેઠક દરમિયાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આંબેડકર અને અન્ય મુદ્દાઓમાં ફસાશો નહીં, પરંતુ સકારાત્મક કાર્ય કરો અને સરકારની નીતિઓ અને કામને જમીની હકીકતમાં લાગુ કરો. શાહે કહ્યું કે, કોંગ્રેસે બંધારણને લાગુ કરવામાં ક્યાં ક્યાં ભૂલો કરી છે. તેમજ બેઠકમાં આંબેડકરના મુદ્દે પણ તેમણે કહેલા મૂળ મુદ્દાને હટાવીને તેને ચગાવવામાં આવ્યો છે.

અહીં જણાવી દઈએ કે, આ બેઠકમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, TDP પ્રમુખ CM ચંદ્રાબાબુ નાયડુ, શિવસેના તરફથી પ્રતાપ રાવ જાધવ, JDUમાંથી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, JDSના HD કુમારસ્વામી, નિષાદ પાર્ટી તરફથી સંજય નિષાદ, હમ પાર્ટી તરફથી જીતન રામ માંઝી, અપના દળના અનુપ્રિયા પટેલ અને અન્ય NDA નેતાઓએ ભાગ લીધો હતો.

NDAના સહયોગી ભારત ધર્મ જન સેનાના નેતા તુષાર વેલ્લાપલ્લી પણ બેઠકમાં ભાગ લેવા નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સૌથી પહેલા NDAની અંદર વધુ સારા સંકલન અને હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી અને UPની પેટાચૂંટણીમાં શાનદાર જીત માટે અભિનંદન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત NDA નેતાઓએ એક દેશ, એક ચૂંટણી અને આંબેડકરને લગતા મુદ્દાઓ સહિત અન્ય મુદ્દાઓ પર એક અવાજે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, NDAની છેલ્લી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, NDA નેતાઓ મહિનામાં એક વખત બેઠક કરશે, પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્તતાને કારણે બેઠક થઈ શકી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp