ભાજપે આ નેતાને ટિકિટ આપી તો ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડ્યા, જુઓ વીડિયો

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે અને પાર્ટીઓ ઉમેદવારોના નામોની જાહેરાતો કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ, INDIA ગઠબંધન બધા ઉમેદવારો લોકસભા બેઠકો પર નામો જાહેર કરી રહ્યા છે. ક્યાંક વિવાદ ઉઠે છે તો ક્યાંક સમથર્કોમાં ખુશી જોવા મળે છે, પરંતુ આંધ્ર પ્રદેશમાં ભાજપે એક ઉમેદવારને લોકસભાની ટિકિટ આપી તો આ ઉમેદવાર ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો હતો.

એમને ટિકિટ મળે તેવી કોઇ આશા નહીં હશે અને પાર્ટીએ તેમનું નામ જાહેર કરી દીધું એટલે ખુશીના આંસૂ નિકળી ગયા. તેમની 30 વર્ષની મહેનત ફળી છે. આંધ્ર પ્રદેશમાં ભાજપ લોકસભાની એક પણ બેઠક જીતતું નથી, પરંતુ આ વખતે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી સાથે ગઠબંધન કરેલું છે.

આ વખતે પાર્ટીએ આંધ્ર પ્રદેશના નરસાપુરમથી ભાજપ નેતા ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માને ટિકિટ આપી છે. આના પર તે એટલો ભાવુક થઈ ગયો કે તે રડવા લાગ્યો. ટિકિટ મળવાની ઉજવણીમાં તેમણે પાર્ટીના ચૂંટણી ચિન્હને નમન કર્યું. હકીકતમાં 30 વર્ષ બાદ પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ કારણે તેઓ નાના બાળકની જેમ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. ચૂંટણી ચિહ્નને પ્રણામ કરતો તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.

ભૂપતિરાજુ છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરી રહ્યા છે પરંતુ તેમને આજ સુધી ટિકિટ મળી ન હતી, પરંતુ આ વખતે પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને મેદાનમાં ઉતાર્યા. હાલમાં તેઓ આંધ્ર પ્રદેશના ભાજપના પ્રદેશ સચિવ છે.

આંધ્ર પ્રદેશમાં 19 એપ્રિલે ચૂંટણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp