મહિલાને મેસેજમાં મળી લિન્ક, ક્લિક કરતા જ બેંક અકાઉન્ટમાંથી સવા લાખ રૂપિયા ગાયબ

PC: business-standard.com

સાઇબર ક્રાઇમની ઘટના સતત વધી રહી છે. ફરી એક વખત સાઇબર ક્રાઇમની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ મુજબ SMSમાં લિન્ક મળવા પર ક્લિક કરવાના કારણે એક મહિલાએ પોતાના બેંક અકાઉન્ટમાંથી 1 લાખથી વધુ રૂપિયા ગુમાવી દીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ અંધેરી મુંબઇમાં રહેનારી Urvashi Phetiya નામની મહિલાને સતત 3 OTPવાળા મેસેજ તેના મોબાઈલ પર મળ્યા. તેમાં તેને પાનકાર્ડ અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું. આ OTPવાળા મેસેજમાં તેના બેંક અકાઉન્ટની લિન્ક પણ હતી.

તેને લઈને જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જેવી જ તેણે લિન્ક ઓપન કરી, તેના મોબાઇલમાં વન ટાઇમ પાસવોર્ડ આવ્યો, જેને તેણે મેસેજમાં બતાવવામાં આવેલા નિર્દેશ મુજબ નાખી દીધો. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે જેવો જ તેણે વન ટાઇમ પાસવોર્ડ નાખ્યો, તેના મોબાઈલ પર વધુ 3 OTPવાળા મેસેજ આવ્યા. ત્યારબાદ તેણે ત્રણેય OTPને એન્ટર કરી દીધા. ત્યારબાદ તેના બેંક અકાઉન્ટમાંથી 1.24 લાખ રૂપિયા કપાઈ ગયા. આ પૈસા 3 ટ્રાન્ઝેક્શનમાં 5 મિનિટની અંદર કાઢવામાં આવ્યા.

ત્યારબાદ મહિલાને બેંક તરફથી કન્ફોર્મેશન કોલ આવ્યો જેમાં પૂછવામાં આવ્યું કે શું તેમણે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કર્યું છે. ત્યારબાદ અનુભવ થયો કે તેની સાથે સાઇબર ફ્રોડ થયો છે. ત્યારબાદ તેણે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે નંબર પર મહિલાને મેસેજ મળ્યા હતા, તેને ટ્રેક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેણે લિન્ક પર ક્લિક કર્યું તો તેના ફોનનું એક્સેસ સ્કેમર્સ પાસે ફોન મિરરિંગ એપ દ્વારા પહોંચી ગયું. તેનાથી તેઓ ફોનમાં થનારી બધી એક્ટિવિટી જોઈ શકતા હતા.

આ આખી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. તેને સાઇબર ક્રાઇમ વિભાગ હેન્ડલ કરી રહ્યો છે. અધિકારી એક્સપર્ટ્સ લોકોને અપીલ કરે છે કે તેઓ એવી કોઈ પણ લિન્ક પર ક્લિક ન કરે જેની બાબતે તેમને ખબર ન હોય. કેટલીક વખત તમારી બેંક સાથે જોડાયેલા નામથી જોડાયેલી લિન્ક બનાવીને મોકલવામાં આવે છે. એવી પરિસ્થિતિમાં છેતરપિંડીની આશંકા બનેલી રહે છે. કોઈ પણ લિન્ક કે મેસેજની બાબતે પહેલા સારી રીતે તપાસ કરી લો, ત્યારે લિન્ક પર ક્લિક કરો.

એક્સપર્ટ્સના કહેવામાં મુજબ, જો તમે કોઈ અજાણતી લિન્ક પર ક્લિક કરો છો તો ન માત્ર તમારા બેંકમાંથી પૈસા ઊડી જાય છે, પરંતુ સ્કેમર તમારા ફોનમાં રાખેલા ડેટાને પણ ચોરી શકે છે. સ્કેમર્સ તમારા પ્રાઇવેટ ફોટોઝ, વીડિયોઝ સુધી એક્સેસ કરી લે છે. એટલે તમારે એવા સ્કેમવાળા મેસેજ અને કોલથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. ક્યારેય પણ KYC અપડેટ કે લોટરી લાગવાના મેસેજની લિન્ક પર ક્લિક ન કરો. ફોનમાં થર્ડ પાર્ટી સાઇટથી કોઈ એપ કે સોફ્ટવેરને ડાઉનલોડ કરતા બચો. કોઈને પણ તમારી અંગત જાણકારી શેર ન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp