કોંગ્રેસ છોડીને BJPમાં આવેલા વિક્રમ અહાકેનો 18 દિવસમાં મોહ ભંગ પાછા...

PC: hindustantimes.com

મધ્ય પ્રદેશના બહુચર્ચિત છિંદવાડા સંસદીય ક્ષેત્રમાં રાજનીતિક ઉથલ-પાથલનો માહોલ લોકસભાની ચૂંટણી માટેના મતદાનના દિવસ સુધી ચાલુ છે. હવે છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વિક્રમ અહાકેએ ફરીથી ચોંકાવ્યા છે. યુટર્ન લેતા વિક્રમ ફરી કોંગ્રેસમાં જતા રહ્યા છે. એક વીડિયો જાહેર કરીને અહાકેએ કમલનાથ અને નકુલનાથના વખાણ કરતા તમામ વાતો કહી અને કોંગ્રેસ ઉમેદવાર માટે મતદાન કરવાની અપીલ કરી. વિક્રમ અહાકેના વીડિયોને શેર કરતા મધ્ય પ્રદેશ કોંગ્રેસે લખ્યું કે, છિંદવાડામાં ભાજપને લાગ્યો મોટો ઝટકો.

કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા મેયર વિક્રમ અહાકે નકુલનાથ અને કમલનાથ સાથે આવ્યા. મેયર વિક્રમ અહાકેએ વીડિયો જાહેર કરીને છિંદવાડાની જનતાને નકુલ કામલનાથજીને વોટ આપવાની અપીલ કરી છે. જય કોંગ્રેસ, જય છિંદવાડા.' ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલે છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર વિક્રમ અહાકે રાજધાની ભોપાલ પહોંચીને ભાજપમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી મોહન યાદવ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માએ કમલનાથના નજીકના વિક્રમને પાર્ટીની સભ્યતા અપાવી હતી.

મેયર વિક્રમ અહાકે સાથે છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશન જળ વિભાગ સભાપતિ પ્રમોદ શર્મા, અનુસૂચિત જાતિ વિભાગ જિલ્લા અધ્યક્ષ સિદ્ધાંત થાનેસર, પૂર્વ NSUI જિલ્લા અધ્યક્ષ આશિષ સાહુ, પૂર્વ NSUI જિલ્લા ઉપાધ્યક્ષ ધીરજ રાઉત, પૂર્વ NSUI કાર્યકારી અધ્યક્ષ આદિત્ય ઉપાધ્યાય, પૂર્વ NSUI વિધાનસભા અધ્યક્ષ સુમિત દુબે પણ ભાજપમાં સામેલ થયા હતા. મધ્ય પ્રદેશની 29 લોકસભાની સોટોમાંથી ભાજપ પાસે 28 સીટો છે, જ્યારે એકમાત્ર છિંદવાડા સીટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથનો કબજો યથાવત છે.

કામલનાથન પુત્ર નકુલનાથ ફરીથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ પદના ઉમેદવાર છે. જ્યારે ભાજપે વિવેક બંટી સહૂને ઉતાર્યા છે. ભાજપે મધ્ય પ્રદેશની છિંદવાડા લોકસભા સીટને કમલનાથ પાસે છીનવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ખાસ રણનીતિ હેઠળ છિંદવાડાના અસંતુષ્ટ અને પ્રભાવશાળી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને ભાજપમાં લાવવામાં આવ્યા, જેથી છિંદવાડાની જમીન નબળી પડી જાય. જો કે, 4 જૂન પરિણામ જાહેર થયા બાદ ખબર પડશે કે અહી કોનું પલડું ભારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp