દરિયામાં ચીનને પહોંચી વળવા ભારત-જાપાન વચ્ચે થશે મહત્ત્વના કરાર

PC: intoday.in

ચીનના ગળામાં લગામ કસવા માટે ભારત અને જાપાન એક મહત્વપૂર્ણ કરાર કરી શકે છે. જાપાનનાં રાજદૂતનું કહેવું છે કે, બંન્ને દેશો વચ્ચે મિલિટરી લૉઝિસ્ટિક સાથે સંકળાયેલ કરાર થઇ શકે છે, જેના પછી એક-બીજાના બેસથી ઘણી બધી સુવિધાઓ મળી શક્શે. આ અઠવાડિયાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન જઇ રહ્યા છે. તેઓ પોતાના સમકક્ષ શિંઝો આબે સાથે મુલાકાત કરશે અને બંન્ને દેશો વચ્ચેની સેનાઓ વચ્ચે ક્રોસ સર્વિસિંગ એગ્રીમેન્ટ તેમનો મુખ્ય હેતું હશે.

વડાપ્રધાન મોદી અને આબેના કાર્યકાળમાં બંન્ને દેશોના સંબંધો ખુબ જ મજબૂત બન્યા છે. અમેરિકા સાથે મળી ભારત અને જાપાન હિંદ અને પ્રશાંત મહાસાગરમાં નૌસૈનિક યુદ્ધઅભ્યાસ પણ કરે છે. ભારતમાં જાપાનનાં એમ્બેસેડર કેંજી હિરામાત્સૂએ કહ્યું કે, બંન્ને દેશોમાં મિલિટરી લૉઝિસ્ટિકને લઇ કરાર સ્વાભાવિક છે. તમણે કહ્યું,'આશા છે કે, ACSA પર હસ્તાક્ષર કરવા માટે ઔપચારિક વાતચીતથી શરૂઆત થશે. આ સારો સમય છે જ્યારે આરપણે લોઝિસ્ટિકના મામલામાં એક-બીજાની મદદ કરી શકીએ છીએ.'

આ કરાર અંતર્ગત જાપાનનાં જહાજોને ભારતના નેવલ બેસથી ઘણી બધી સુવિધાઓ મળી શક્શે. તેઓ અંદમાન અન નિકોબાર જેવા દ્રિપ પરથી પણ અન્ય સામગ્રી લઇ શક્શે. અંડમાન અને નિકોબાર મલક્કા સ્ટ્રેટની ખુબ જ નજીક છે, જ્યાંથી માત્ર જાપાન જ નહી ચીનના પણ વ્યાપારિક જહાજો પસાર થાય છે.

હિંદ મહાસાગરમાં ચાનનાં વધતા પ્રભાવને રોકવા માટે ભારત પણ પોતાના શિપ મોકલે છે. આવામાં જાપાન પાસેથી ઘમી સુવિધાઓ પણ લઇ શકાશે. તમને જણાવી દઇએ કે, જાપાન અને ભારત વચ્ચેના યુદ્ધ અભ્યાસ પર ચીને આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં અસ્થિરતા આવી રહી છે. હિરામાત્સૂએ કહ્યું કે, ઇંડો-પેસિફિક રિઝનમાં પારદર્શિતા બનાવવા માટે ભારત અને જાપાનમાં કરાર જરૂરી છે.

પડકાર આપી રહ્યું છે ચીન

હિંદ મહાસાગર ભારતનું પેવેલિયન માનવામાં આવતું હતું પરંતુ ગ્લોબલાઇઝેશનના આ સમયમાં આ પર પડકાર આપવાની કોશિશો થઇ રહી છે. પાડોસી દેશ ચીન પોતાની ઉર્ઝા સુરક્ષા અને રણનીતિક મહત્વકાંક્ષાઓના કારણે ભારતના દબદબાને પડકાર આપી રહ્યું છે. જેના કારણે આ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચે મુકાબલો ગરમાયો છે. નેવી ચીફ સુનીલ લાંબાએ કેટલાક સમય પહેલા કહ્યું હતું કે, 2013થી ચીની પનડુબ્બિયો વર્ષમાં બે વાર આવે છે અને આ અજીબ પ્રકારનું પેટર્ન હાલમાં પણ કાયમ છે. હિંદ મહાસાગર સાથે સંકળાયેલ ભારતના પાડોસી દેશોમાં પણ ચીનની ગતિવિધિઓ ખુબ જ ઝડપથી વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp