CM અશોક ગેહલોતનું નિવેદન-દેશને કોંગ્રેસની જરૂરિયાત છે અને તે ક્યારેય...

PC: india.com

રાજસ્થાનના CM અશોક ગેહલોતે શુક્રવારે કહ્યું કે દેશને કોંગ્રેસની જરૂર છે અને તે ક્યારેય ખતમ નહીં થાય. સાથે જ તેમને કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીમાં હારના કારણો વિશે જાણવા પ્રજાની વચ્ચે જવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે BJP માત્ર ધર્મ, જાતિ અને રાષ્ટ્રવાદ તેથા સૈનિકોના પરાક્રમ પર રાજનીતિ કરી છે.

CM અશોક ગેહલોતે કહ્યું કે લોકતંત્રમાં જનાદેશ સૌથી ઉપર હોય છે અને કોંગ્રેસને આઝાદી બાદ તેનું સન્માન મળ્યું છે અને તેને વિનમ્રતાથી સ્વીકાર પણ કર્યો છે. અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ચૂંટણીમાં પ્રચાર અભિયાન મુદ્દાઓ પર આધારિત ન હતું. આ ચૂંટણીમાં ગરીબ, ગામડા, પછાત, દલિતો અને રોજગારને લઇને ચર્ચા ન થઇ.

CM અશોક ગેહલોતે રાહુલ ગાંધીના નેતૃત્વ વિશે વાત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને મુદ્દાઓ પર આધારિત રાખવા માટે પૂરી કોશીશ કરી, પરંતુ BJP એ જૂઠું બોલીને લોકોને બહેકાવીને મત માગ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં હજી ત્રણ મહિના પહેલા જ વિજય મેળવનાર કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી ન હતી. CM અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત પણ જોધપુરથી હારી ગયા હતા.

અશોક ગેહલોતે કહ્યું કે આ સમય એવો છે જે ઇન્દિરા ગાંધી ચૂંટણી હાર્યા તે સમય થયું હતું, પરંતુ ઇન્દિરા ગાંધી ચૂંટણી હાર્યા ન હતા અને લોકોનો વિશ્વાસ હાંસલ કરીને 25 વર્ષ સુધી પાર્ટીને સત્તામાં રાખી હતી. હાર અને જીત લોકતંત્રનો ભાગ હોવાની વાત પણ તેમને કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp