આ તારીખે શરૂ થશે IPL 11, મેચના ટાઇમમાં પણ બદલાવ
10 વર્ષથી દેશભરમાં ધૂમ મચાવી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 11મી સીઝન શરૂ થવાને આડે પણ હવે થોડો સમય જ બાકી છે. આ વર્ષે IPLનો આગાઝ 7 એપ્રિલથી થશે, જે 27 મે સુધી ચાલશે. આ વખતે ખાસ વાત એ છે કે, IPLની મેચોનો સમય બદલી નાખવામાં આવ્યો છે. IPLની ગર્વનિંગ કાઉન્સિલે મેચના સમયમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.
અત્યારસુધી સાંજે 4 કલાકે અને રાત્રે 8 કલાકે મેચ શરૂ થતી હતી. પરંતુ IPLના ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, પ્રસારકોએ મેચના સમયમાં બદલાવ કરવાનો આગ્રહ કર્યો હતો અને IPLની ગર્વનિંગ કાઉન્સિલે તેનો સ્વીકાર કરી લીધો હતો. તેમણે કહ્યું હતું કે, હવે 8 વાગ્યાની મેચોનું LIVE પ્રસારણ 7 વાગે થશે અને 4 વાગ્યા વાળી મેચનું પ્રસારણ સાંજે 5.30 કલાકે થશે.
IPLનું ઓક્શન 27-28 જાન્યુઆરીના રોજ થશે, જેમાં 360 ભારતીય ખેલાડી સહિત 578 ખેલાડીઓ માટે બોલી લાગશે. રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, IPL 11ની ઓપનિંગ સેરેમની 6 એપ્રિલના રોજ મુંબઈમાં યોજાશે. જ્યારે પહેલી મેચ 7 એપ્રિલના રોજ મુંબઈમાં રમાશે અને ફાઈનલ મેચ પણ 27 મેના રોજ મુંબઈમાં જ રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp