લાબુશને શું કર્યું કે રોહિતે તેને ચેતવણી આપી દીધી, જુઓ વીડિયો

PC: BCCI

બોક્સિંગ ડે ટેસ્ટના પહેલા દિવસે તો સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની જ ચર્ચા થઈ, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયન ખેલાડી કોન્ટાસને પોતાની કોણી મારી હતી, પરંતુ આ સાથે હવે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા લાબૂશન સાથે જોવા મળી રહ્યો છે અને રોહિત તેને ચેતવણી પણ આપી રહ્યો છે.

વાત એવી છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્નસ લાબુસેન બેટિંગ કર્યા બાદ રન લેતી વખતે અને ત્યારબાદ પીચ પર ચાલતો હતો, પરંતુ કોઈપણ ખેલાડી આવું કરી શકે નહીં, આનાથી પીચ ટેમ્પર થવાની શક્યતા રહે છે. લાબુસેન સતત આવું કરતા રોહિત શર્મા નારાજ થયો હતો અને તેણે લાબુસેનને ચેતવણી આપી દીધી કે પીચ પર ન ચાલે, પણ આ અંગે ફીલ્ડ અમ્પાયરે કંઇ નહોતું કર્યું.

કોહલીની પણ બબાલ...

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. આ ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મામલે રેફરીએ સંજ્ઞાન લેતા વિરાટ કોહલી પર મેચ ફીનો 20 ટકા દંડ લગાવી દીધો છે અને તેને ડિમિરિટ પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે. કોહલીને  લેવલ 1નો દોષી ગણવામાં આવી રહ્યો છે. હજુ ICCની  કમિટિ આના પર શું એક્શન લે છે તે જોવું રહ્યું

મેચના પહેલા સેશનમાં જ આ ટકરાવ જોવા મળ્યો હતો, જેમાં સેમ કોન્સ્ટાસ અને વિરાટ કોહલી કેન્દ્રમાં હતા. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 10મી ઓવર પછી આ પૂરો મામલો સર્જાયો હતો. સેમ કોન્સ્ટાસ જ્યારે ભારતીય ખેલાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોહલીનો ખભો તેને વાગ્યો હતો. કોન્સ્ટાસને આ બિલકુલ પસંદ ન આવ્યું અને તેણે પણ કોહલીને કંઈક કહ્યું. અમ્પાયર અને ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાએ બંનેએ મળીને કોઈક રીતે મામલો શાંત પાડ્યો હતો.

હવે આ વર્તનને કારણે કોહલી અને કોન્સ્ટાસ સામે પણ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે તે ICCની આચાર સંહિતા વિરુદ્ધ હતું. જો કે, આ માટે, મેદાન પરના અમ્પાયરોએ કોઈપણ ખેલાડી વિશેની જાણ કરવી પડતી હોય છે, જેને અમ્પાયરોને લાગે છે કે અહીં આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. ત્યારપછી અમ્પાયરોના રિપોર્ટ કર્યા પછી મેચ રેફરી અંતિમ નિર્ણય લે છે.

જો અમ્પાયર અને મેચ રેફરી એવા નિર્ણય પર આવે છે કે, વિરાટ કોહલીએ જાણીજોઈને સેમ કોન્સ્ટાસની સાથે ખભો અથડાવ્યો છે, તો તેને ICC તરફથી આકરી સજાનો સામનો કરવો પડી શકે છે. કોન્સ્ટાને પણ સજા થઈ શકે છે, જેમણે વિરાટને કેટલાક શબ્દો કહ્યા હતા. તે ઘટનાના થોડા સમય પહેલા કોન્સ્ટાસ સિરાજ સાથે પણ ઝઘડો કરતો જોવા મળ્યો હતો.

મેરીલબોન ક્રિકેટ ક્લબ (MCC)ના કાયદા 42.1 અનુસાર, કોઈ અન્ય ખેલાડી સાથે અયોગ્ય અને ઇરાદાપૂર્વક શારીરિક સંપર્ક કરવો એ લેવલ 2નો ગુનો ગણવામાં આવે છે.

લેવલ 2ના ગુનાઓમાં 3 થી 4 ડીમેરિટ પોઈન્ટનો દંડ છે, જેના કારણે નીચે મુજબની સજાઓ સાથે છે: 3 ડિમેરિટ પોઈન્ટ માટે મેચ ફીના 50 ટકાથી 100 ટકા દંડ અથવા 1 સસ્પેન્શન પોઈન્ટ, 4 ડિમેરિટ પોઈન્ટ્સ માટે 2 સસ્પેન્શન પોઈન્ટ.

જો મેચ રેફરી વિરાટ કોહલીને ચાર ડીમેરિટ પોઈન્ટ આપે છે, તો કોહલીને એક ટેસ્ટ અથવા બે સફેદ બોલ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેવું પડશે. જો કે ભારતીય ટીમ મેનેજર અથવા કોહલી જાતે કોઈપણ પ્રતિબંધ સામે અપીલ કરી શકે છે. ડીમેરિટ પોઈન્ટ્સ ખેલાડીના રેકોર્ડમાં બે વર્ષ સુધી રહેશે.

વિરાટ કોહલીને 2019થી કોઈ ડીમેરિટ પોઈન્ટ મળ્યા નથી. અહીં તમને જણાવી દઈએ કે, 19 વર્ષીય કોન્સ્ટાસ, જે પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યો હતો, તેણે બેટથી પોતાની પ્રતિભા બતાવી હતી. કોસ્ટાસે પ્રથમ દાવમાં 65 બોલમાં 60 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કોન્ટાસને રવિન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યો હતો.

ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ, વિરાટ કોહલી, રીષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ-11: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp