શું બીજીવાર પ્રેગ્નેન્ટ છે ઐશ્વર્યા રાય બચ્ચન?

PC: moosegazette.net

એક્ટર અભિષેક બચ્ચને હાલમાં જ ટ્વીટ કરીને ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો વાયદો કર્યો હતો. તેના આ ટ્વીટ બાદ ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, આ સરપ્રાઈઝ તેના બીજા બાળકને લઈને તો નથી? ફેન્સે ટ્વીટ કરીને ઐશ્વર્યા રાયના બીજીવાર મા બનવાને લઈને સવાલો પણ કર્યા. પરંતુ અભિષેકે પોતાના સરપ્રાઈઝને સરપ્રાઈઝ જ રાખ્યું. તેણે કેટલાક ફેન્સના મેસેજ પર થમ્સઅપ ઈમોજી પણ આપ્યા છે. જેને લઈને તેના ઘરે નવા મહેમાનના આગમનની અટકળો લગાવવામાં આવી રહી છે.

અભિષેકના આ સરપ્રાઈઝ ટ્વીટ બાદ ફેન્સ તેને સવાલો કરી રહ્યા છે અને તેના ઘરે બીજું બાળક આવવા અંગે અટકળો લગાવી રહ્યા છે. તો બીજા કેટલાક ફેન્સ અભિષેકને તેની આવનારી ફિલ્મ અથવા વેબ સીરિઝ વિશે પૂછી રહ્યા છે.

જણાવી દઈએ કે, અભિષેકે 21 જાન્યુઆરીએ ફેન્સને સરપ્રાઈઝ આપવાનો વાયદો કર્યો હતો. તેના આ ટ્વીટ બાદ તેના પિતા અને એક્ટર અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ ‘ઝુંડ’ના પોસ્ટર અને ટીઝર રીલિઝ થયા. ત્યારબાદ અભિષેકની આવનારી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ની હિંટ પણ સામે આવી. અભિષેકે કેટલાક ફોટા શેર કરીને જણાવ્યું હતું કે, તે આ ફિલ્મના સંદર્ભમાં કોલકાતામાં છે.

હવે આ બધા હિંટ્સ પરથી તો એવું જ લાગી રહ્યું છે કે, તેણે જે સરપ્રાઈઝનો વાયદો કર્યો હતો, તે તેની આવનારી ફિલ્મ સિવાય બીજું કંઈ નહોતું.

જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન ટૂંક સમયમાં જ ‘બોબ બિસ્વાસ’માં દેખાશે. આ ફિલ્મ શાહરૂખ ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડ્યૂસ કરી રહી છે. જ્યારે તેનું નિર્દેશન દીયા અન્નપૂર્ણા ઘોષ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp