ઇમરાને UNGAમા ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો તો ભારતે કહ્યુ- હવે PoK ખાલી કરવું પડશે

PC: aajtak.in

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) હોલમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાષણ પર ભારતે કરારો જવાબ આપ્યો હતો. શનિવારે રાઈટ ટૂ રિપ્લાઈમાં ઈન્ડિયા મિશનના ફર્સ્ટ સેક્રેટરી મિજિતો વિનિતોએ કહ્યું હતું કે, ‘આ હોલે કોઈ એવી વ્યક્તિ (ઈમરાન ખાન)ની બાબતે સતત સાંભળ્યું, જેમની પાસે પોતાના ખાવા માટે કશું જ નહોતું, જેમની પાસે બોલવા માટે કોઈ ઉપલબ્ધિ નહોતી અને દુનિયાને આપવા ઉચિત સૂચન નહોતું.’

ભારત તરફથી પાકિસ્તાનને આકરા શબ્દોમાં જવાબ આપતા મિજિતો વિનિતોએ કહ્યું હતું કે, કાશ્મીર પર હવે માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)ની ચર્ચા જ બાકી છે અને પાકિસ્તાને હવે PoK ખાલી કરવું પડશે. તેમણે કહ્યું હતું કે, ઈમરાન ખાને પોતે જ પાકિસ્તાનની સંસદમાં ઓસામા બિન લાદેનને ‘શહીદ’નો દરજ્જો આપ્યો હતો.

એટલું જ નહીં પાકિસ્તાનના વડાપ્રધાને વર્ષ 2019માં અમેરિકામાં માન્યુ હતું કે, તેમના દેશમાં 30-40 હજાર આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી. પછી તેમને ભારત (ખાસ રીતે જમ્મુ-કાશ્મીરમાં) અને અફઘાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા મોકલ્યા. મિજિતો વિનિતોએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુઓ, ઈસાઈઓ અને સિખો સાથે જ અન્ય ધાર્મિક, જાતીય સમૂહના લોકોને ટારગેટ બનાવવામાં આવી રહ્યા છે બળજબરીપૂર્વક તેમનું ધર્મપરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, UNGAમાં શુક્રવારે પાકિસ્તાની વડાપ્રધાને પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અંગત હુમલા પણ કર્યા હતા. ઈમરાન ખાને ભાષણ શરૂ કરતાં જ ભારતીય પ્રતિનિધિ હોલ છોડીને જતાં રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે લગભગ 6:30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રની સામાન્ય સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય સભાને સંબોધિત કરતાં વૈશ્વિક સંસ્થાના સ્વરૂપને સમય અનુસાર બદલાવની માંગણી ઉઠાવી, તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદમાં ભારતની સ્થાયી સભ્યતાને લઈને જોરદાર રીતે દાવેદારી રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના હાલના વચન પર સવાલ કરતાં પૂછ્યું હતું કે, આજે આખા વિશ્વના સમુદાય સામે એક ખૂબ મોટો સવાલ છે કે, જે સંસ્થાની સ્થાપના ત્યારની પરિસ્થિતિઓમાં થઈ હતી, તેનું સ્વરૂપ શું આજે પણ વાંચનિક છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રભાવને ગણાવતા પૂછ્યું હતું કે, આખરે સૌથી મોટા લોકતંત્ર અને દુનિયાની 18 ટકા વસ્તીવાળા દેશને ક્યાં સુધી રાહ જોવી પડશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp