વિરોધ કરી રહેલા JNUના અંધ વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા

PC: twimg.com

દિલ્હીની JNUના વિદ્યાર્થીઓ ફી વધારાની સાથે સાથે હવે પોલીસોની બર્બરતાના વિરોધમાં રસ્તા પર આવી ગયા છે. દિલ્હી પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા JNUના વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. આ લોકોમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.

આ વિદ્યાર્થીઓ દિલ્હી પોલીસ વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે પોલીસ હેડક્વાટર પહોંચ્યા હતાં. તે દરમ્યાન વિદ્યાર્થીઓને પોલીસે વસંત વિહારની પાસે રોકી લીધા હતા. ત્યાંથી પોલીસ તેમને વેનમાં બેસાડીને વસંત કુંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હવે જાણવા મળ્યું છે કે પોલીસ તેમને ITO સ્થિત દિલ્હી પોલીસ મુખ્યાલયમાં લઈ ગઈ છે.

JNU વિરુદ્ધ વિદ્યાર્થીઓએ સંસદ વિરોધ માર્ચ કાઢી હતી. પણ પોલીસે તેમને રસ્તામાં જ રોકી લીધા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, બેરિકેટ લગાવીને તેમને રોકવામાં આવ્યા અને CRPFએ તેમની સાથે મારપીટ પણ કરી.

સાથે જ એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મેડિકલ સહાયતા પણ ન પહોંચાડી. પોલીસની કાર્યવાહીમાં ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.

તમને જણાવી દઈએ કે, પાછલા ઘણાં દિવસોથી JNUના વિદ્યાર્થીઓ હોસ્ટલ ફી અને મેસ ફીમાં વધારો થવાને લઈને વિરોધ કરી રહ્યા હતા. તેમના વિરોધને જોઈને વધારેલી ફીમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો હતો.

પણ JNUના વિદ્યાર્થીઓ તેને તંત્રની ચાલાકી ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ટ્વીટર અને સર્કુલર માત્ર વિદ્યાર્થીઓને અન્ય માર્ગે દોરવા માટે છે. ફી વધારાનો મામલો પૂરી રીતે ખતમ થયો નથી. 18 નવેમ્બરના રોડ JNUના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ફી વિવાદને લઈને રાજધાની દિલ્હીમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીએનું આંદોલન હજુ પણ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp