સલમાનને જોધપુર કોર્ટમાંથી મળી મોટી રાહત

PC: dnaindia.com

ફિલ્મ એક્ટર સલમાન ખાનને જોધપુર કોર્ટે મોટી રાહત આપી છે. CJM ગ્રામીણ જજ અંકિતે એ અરજીને રદ્દ કરી દીધી છે, જેમાં સલમાન પર પોતાના હથિયાર માટે ખોટી એફિડેવિટ રજૂ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ કેસમાં સલમાનના વકીલે કોર્ટમાં તેનો પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, સલમાને ખોટી એફિડેવીટ રજૂ નહોતી કરી. તેની વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવી યોગ્ય નથી. CJM ગ્રામીણ અંકિત રમને સલમાન વિરુદ્ધ કેસ દાખલ કરવાની અરજી રદ્દ કરી હતી.

જણાવી દઈએ કે, 1998માં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ'ના શૂટિંગ દરમિયાન સલમાન વિરુદ્ધ કાળિયાળનો શિકાર કરવાના મામલામાં 3 કેસ અને આર્મ્સ એક્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આર્મ્સ એક્ટમાં સલમાનને ગત વર્ષે જ રાહત મળી હતી. સુનાવણી દરમિયાન સલમાને પોતાનું આર્મ્સ લાયસન્સ કોર્ટમાં જમા કરાવવાનું હતું.

સલમાન ખાન તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ એફિડેવિટમાં જણાવાયું હતું કે, હથિયારનું લાયસન્સ ખોવાઈ ગયું છે. સલમાન વિરુદ્ધ જોધપુરની કોર્ટમાં અરજી દાખલ કરી તેના પર ખોટું બોલીને કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp