કંગના બોલી- સુભાષ ચંદ્ર બોઝ હતા દેશના પહેલા PM, મોદી સૂરજ તો...

PC: facebook.com/KanganaRanaut

ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતને પોતાની ઉમેદવાર બનાવી છે તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. તેની વિરૂદ્ધ કોંગ્રેસ નેતાઓએ વિવાદિત નિવેદન આપીને આગમાં ઘી નાખવા જેવું કામ કર્યું છે. કંગનાએ તેમના પર જોરદાર પ્રહાર કર્યો છે. આ આખા પ્રકરણ પર કંગનાનું નવું નિવેદન સામે આવ્યું છે. તેણે વડાપ્રધાન મોદીએ સૂર્ય અને વિપક્ષી પાર્ટીના નેતાઓને મીણબત્તી કરાર આપ્યો છે.

એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે વિપક્ષના તમામ મોટા નેતા કરોડોના ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. તેઓ બધા એક જગ્યાએ એકત્ર પણ થઈ શકતા નથી. જો વડાપ્રધાન મોદી સાથે તેમની તુલના કરીએ તો તેઓ સૂરજની જેમ ચમકશે અને વિપક્ષી તેમની સામે મીણબત્તી પણ નથી. એ સિવાય કંગના રનૌત એ આઝાદ હિંદ ફોજના સંસ્થાપક અને મહાન સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝને દેશના વડાપ્રધાન કરાર આપ્યો છે. કંગનાએ કહ્યું એક વ્યક્તિ જેણે આપણને પોતાનું લોહી વહાવીને આઝાદી અપાવી, જર્મનીથી જાપાન સુધી આઝાદી માટે લડાઈ લડી. તેમને આ દેશના વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા?

કંગનાની ઉમેદવારીની જાહેરાત થતા જ તેમના જૂના નિવેદન પણ વાયરલ થઈ રહ્યા છે. એક વખત તેમણે કહ્યું હતું કે દેશને 2014મા સારી રીતે આઝાદી મળી છે. તેની સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કંગના રનૌતે કહ્યું કે, લોકો તેમને એ મામલે ટ્રોલ કરી શકે છે પરંતુ એવા લોકોએ મારી સાથે આવીને વાત કરવી જોઈએ કે કેવી રીતે એ ખોટું બોલવામાં આવ્યું? શું સ્વતંત્રતા જેલથી બહાર નીકળવા સુધી જ હોય છે? નહીં, તેમણે કોઈ ન્યાય વ્યવસ્થા ન બનાવી. આપણને પોતાની વિચારધારાથી આઝાદી ન મળી આપણને વિચારણવી પણ આઝાદી ન મળી. આપણને પોતના માટે લોકો પસંદ કરવાની પણ આઝાદી ન મળી. આપણને ધાર્મિક આઝાદી ન મળી. શું ફિલ્મો ફ્લોપ થવાના કારણે રાજનીતિમાં આવી?

કંગનાએ આ સવાલ પર પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, શાહરૂખની 10 વર્ષો સુધી ફિલ્મો ન ચાલી પછી પઠાણ ચાલી. મારી પણ 7-8 વર્ષ ફિલ્મો ન ચાલી. પછી ક્વિન ચાલી. પછી 3-4 વર્ષોમાં મણિકર્ણિકા ચાલી. અત્યારે ઇમરજન્સી આવી રહી છે. બની શકે તે ખૂબ હિટ રહે. સમય હવે ખૂબ બદલાઈ ચૂક્યો છે. OTTનો સમય છે. કલાકારો પાસે પોતાની પ્રતિભા દેખાડવાનો ઉચિત અવસર અને પ્લેટફોર્મ છે. કંગનાએ સુપ્રિયા પર બોલતા કહ્યું કે,મને ખૂબ માઠુ લાગ્યું. આપણે મહિલાઓના સશક્તિકરણ પર કામ કરી રહ્યા છીએ. મને એ વાતે પણ ખૂબ માઠુ લાગ્યું કે મંડી લોકસભાને એવા શબ્દોથી સંબોધિત કરવામાં આવી રહી છે. હું તમને એ બતાવવા માગું છું કે, મંડીનું નામ મહર્ષિ માંડવના નામ પર રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp