તુષાર કાલિયાએ જીતી 'ખતરો કે ખેલાડી 12'ની ટ્રોફી, ઈનામમાં મળ્યા આટલા લાખ

PC: hindirush.com

'ખતરો કે ખેલાડી 12'નો ફિનાલે રવિવારની રાત્રે યોજાયો હતો. ગ્રાન્ડ ફિનાલેમાં રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ 'સર્કસ'ના કલાકાર રણવીર સિંહ, વરુણ શર્મા, જોની લીવર અને સંજય મિશ્રા મહેમાન બનીને પહોંચ્યા હતા. 'ખતરો કે ખિલાડી 12'નું પ્રીમિયર 2 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. લગભગ અઢી મહિના પછી શોનો વિનર મળી ગયો છે. તુષાર કાલિયાએ દરેકને પાછળ છોડીને સિઝન 12ની ટ્રોફી પોતાના નામ પર કરી લીધી છે. ફિનાલે સ્ટંટમાં તુષાર સિવાય ફૈઝલ શેખ અને મોહિત મલિક પહોંચ્યા હતા.

ઇનામમાં શું-શું મળ્યું?

ટોપ 5 સ્પર્ધક તુષાર કાલિયા, રૂબિના દિલેક, જન્નત ઝુબેર, ફૈઝલ શેખ અને મોહિત મલિક હતા. જેમાંથી રૂબીના દિલેક સૌથી પહેલા બહાર થઈ. આગળના રાઉન્ડમાં જન્નત ઝુબૈરે બહાર થવું પડ્યું હતું. આ રીતે શોના ટોપ 3 સ્પર્ધક તુષાર, મોહિત અને ફૈઝલ બન્યા હતા. ફિનાલે સ્ટંટમાં આ ત્રણેયની વચ્ચે સ્પર્ધા થઈ હતી. તુષારે મોહિત અને ફૈઝલને હરાવીને સિઝન 12ની ટ્રોફી જીતી લીધી હતી. ટ્રોફી સિવાય તેને 20 લાખ રૂપિયા અને એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર આપવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Bol.Bollywood (@bol.bollywood)

ટોચના 3 સ્પર્ધકોની વચ્ચે સ્પર્ધા

ફિનાલે સ્ટંટ કરવા માટે સૌથી પહેલા મોહિત પહોંચ્યો હતો. તેણે સૌથી વધુ સમય પણ લીધો. જે બાદ ફૈઝલ અને પછી તુષારે સ્ટંટ કર્યો. તુષારે ફૈઝલને હરાવીને સિઝન 12 જીતી લીધી.

કયા સ્પર્ધકોએ લીધો હતો ભાગ

'ખતરો કે ખિલાડી 12'મા કનિકા માન, રૂબીના દિલેક, પ્રતિક સહજપાલ, રાજીવ અડાતિયા, નિશાંત ભટ્ટ, એરિકા પેકર્ડ, મોહિત મલિક, શિવાંગી જોશી, જન્નત ઝુબેર, સૃતિ ઝા, ફૈઝલ શેખ, તુષાર કાલિયાએ ભાગ લીધો હતો.

કોણ છે તુષાર કાલિયા?

તુષાર કાલિયા બોલિવુડના શ્રેષ્ઠ કોરિયોગ્રાફરમાંથી એક છે. તે ડાન્સ દીવાનેના જજ પણ રહી ચૂક્યા છે. આ વર્ષે મે મહિનામાં તેમણે તેમની લેડી લવ ત્રિવેણી બર્મન સાથે સગાઈ કરી હતી. સગાઈના સમયે પણ તુષાર ઘણો ચર્ચામાં આવ્યો હતો. ડાન્સ દીવાને પૂરો થયા પછી તેમણે ખતરોં કે ખિલાડી 12મા ભાગ લીધો અને ફરીથી છવાઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp