આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે જાણો હાર્દિક પટેલે શું કહ્યું

PC: khabarchhe.com

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પાર્ટીઓમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વક્રિંગ પ્રેસિડેન્ટ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવી અટકળોનો અંત લાવતાં ખુદ હાર્દિક પટેલે કહ્યું હતું કે આ કારસ્તાન ભાજપના લોકોનું છે. હું કોંગ્રેસ છોડવાનો નથી. 130 વર્ષ જૂની પાર્ટીનો હું યુવા પ્રમુખ છું અને મને ખાત્રી છે કે 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે.

આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાતોને અફવા કહેતા હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિઓ ભાજપના લોકો કરી રહ્યાં છે. અમે વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યાં છીએ. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું તેવી હાર્દિકે તેની ફેસબુક પોસ્ટમાં ચોખવટ કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ યુવાનોને તક આપી રહી છે અને હું તેનું ઉદાહરણ છું. આગામી ચૂંટણીમાં ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી નહીં પણ કોંગ્રેસ જ બનશે.

હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે કોરોના સંક્રમણના સમયમાં પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ખોટા સમાચાર વહેતા કરી રહ્યું છે. કોંગ્રેસમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. 2014 પછી દેશ અને ગુજરાતની હાલત ખરાબ થઇ ચૂકી છે. તમામ વર્ગ પરેશાની ભોગવી રહ્યો છે. હું વર્કિંગ પ્રેસિડેન્ટનો પોસ્ટ પર મારી જવાબદારી પુરી કરી રહ્યો છું. મને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ તક આપી છે અને ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાં લાવવા અમે પુરતો પ્રયાસ કરી રહ્યાં છીએ.

હાર્દિક પટેલે લખ્યું છે કે ભાજપ સામેની લડાઇમાં કોઇપણ પક્ષ આવે તેનું સ્વાગત છે પરંતુ કોંગ્રેસ એવી પાર્ટી છે કે જે ભાજપનો વિકલ્પ છે. બીજી પાર્ટી નહીં. 2017માં કોંગ્રેસ સરકાર બનાવવા માટે બહુમતિની નજીક પહોંચી ગઇ હતી પરંતુ હવે સંપૂર્ણ બહુમત મળશે. ભીષણ સંક્રમણના સમયમાં પણ કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન સારૂં રહ્યું છે. મને વિશ્વાસ છે કે લોકો 2022માં કોંગ્રેસને પૂર્ણ બહુમત આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp