આફ્રિકાના નેશનલ પાર્કમાં રસ્તાની વચ્ચે સૂવાની મજા માણતા દેખાયા સિંહો­: Photos

PC: twimg.com

મહામારી અને લોકડાઉનને કારણે જ્યાં એક તરફ માનવી પરેશાન છે, તો જંગલી જાનવરોને જોઈને એવું લાગે છે કે તેમની તો જાણે લોટરી લાગી ગઈ હોય. પાછલા દિવસોમાં મોરથી લઈને હાથીઓ સુધી રસ્તા પર મજા માણતા જોવા મળ્યા હતા. હવે આ લિસ્ટમાં સિંહોની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. માનવીઓ આઈસોલેશનમાં ઘરની અંદર છે, તો સિંહે બહાર આરામથી લટાર મારી રહ્યા છે અને આરામ ફરમાવી રહ્યા છે.

સાઉથ આફ્રીકાના ક્રુગર નેશનલ પાર્કના ખાલી પડેલા રસ્તાઓ પર સિંહો આરામ કરી રહ્યા છે. આ તસવીરો તમે જોઈ શકો છો.

અમુક યુવા સિંહબાળ સિહત ઓછામાં ઓછાં 8 સિંહો ક્રુગર નેશનલ પાર્કમાં ઓરપેન રેસ્ટ કેમ્પની બહાર આરામ કરતા અને બપોરની ઝપકી મારતા દેખાઈ રહ્યા છે. રસ્તા પર આરામ ફરમાવી રહેલા સિંહોની તસવીરોને નેશનલ પાર્કના રેંજર રિચર્ડે બુધવારે પેટ્રોલિંગ કરતા દરમિયાન કેમેરામાં કેદ કરી હતી.

નેશનલ પાર્ક તરફથી ટ્વીટ કરી જણાવવામાં આવ્યું કે, આ એક અસામાન્ય દ્રશ્ય છે, કારણ કે સિંહો આ વિસ્તારોમાં ફરતા નથી, જે માનવીઓ માટે ખુલ્લા હોય છે. પણ હાલમાં કોરોનાને કારણે માનવીઓના હસ્તક્ષેપ નહીં હોવાના કારણે આ સિંહે આઝાદીની પૂરી મજા માણી રહ્યા છે.

રેંજર રિચર્ડે જણાવ્યું કે, સિંહો સામાન્ય રીતે ઝાડીઓમાં હોય છે, પણ તેઓ ઘણાં ચતુર હોય છે અને હવે તેઓ અમારા વિના પાર્કની આઝાદીની મજા માણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં લોકોના ઘણાં રિએક્શન આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp