અલ્પેશ ઠાકોરની લવસ્ટોરીઃ ભાગીને લગ્ન કરતા પપ્પાએ માર્યો હતો લાફો
અલ્પેશ ઠાકોરે થોડા સમય પહેલા પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરી હતી. જાણી નવાઈ લાગશે પણ એકદમ રૂઢિ ચુસ્ત સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કર્યા છે. કોલેજમાં અલ્પેશ અને તેમની પત્ની સાથે જ અભ્યાસ કરતા હતા અને બંનેની આંખ મળી જતા પ્રેમ થઈ ગયો. જો કે સદનસીબે બંનેના પરિવાર લોકો લવમેરેજ માટે માની ગયા હતા.
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે તે વાત અલ્પેશના કેસમાં સાચી સાબિત થઈ હતી, તેમને એક વખત બ્લેડથી પોતાના હાથ પર પ્રેમિકાનું નામ કોતર્યું હતું. જો કે તમને જણાવી દઈએ કે આજે પણ તેઓ પોતાની પત્નીને બહુ પ્રેમ કરે છે અને રાજકારણમાં હોવા છતાં પત્ની અને બાળકોને સમય આપે છે. અલ્પેશે પોતાની પ્રેમ કહાની વિશે જણાવ્યું કે, તે અમદાવાદની એચ.કે કોલેજમાં હતા ત્યારે બંને એકસાથે સેન્ડવીઝ ખાતા હતા, આજે તેમના પ્રેમને 23 વર્ષ પૂરા થઈ ગયા છે અને 'પ્રેમ કરવાની પણ એક અલગ મજા છે, મારો પ્રેમ આજે સફળ છે'.
તેમજ વધુમાં અલ્પેશે જણાવ્યું કે, એકબીજાની આંખો મળી જતા પ્રેમ થયો હતો. 3 મહીના સુધી અમે એક બીજા સામે જોયા કરતા હતા. અલ્પેશે પોતાની પ્રેમિકા કિરણ ત્રિવેદીને એક વર્ષ પછી પ્રપોઝ કર્યું હતું અને તેના પછી અમે કલાકો સુધી જોડે બેસી રહેતા હતા જો કે અત્યારે પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે.
અલ્પેશે વધુમાં જણાવ્યું કે, જો કે પ્રેમ લગ્ન માટે જો પરિવારના લોકો માન્યા ન હોત તો અમે લોકો ભાગીને લગ્ન કરવાના હતા પરંતુ 'મારા પ્પ્પાને ખબર પડી તો તેમને મને ત્રણ લાફા માર્યા હતા' જો કે અત્યારે મારી પત્ની ઘરની તમામ જવાબદારી સારી રીતે સંભાળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp