‘મંચ પર 40-50 લોકો ચઢી ગયા અને..’, અકોલામાં યોગેન્દ્ર યાદવની સભામાં હોબાળો

PC: thehindu.com

મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી વિશેષજ્ઞ યોગેન્દ્ર યાદવના ભાષણ દરમિયાન વંચિત બહુજન અઘાડીના કાર્યકર્તાઓએ હોબાળો અને તોડફોડ કરી હતી. પોલીસના બચાવ બાદ યોગેન્દ્ર યાદવ વંચિતોના કાર્યકર્તાઓ વચ્ચેથી બહાર નીકળ્યા. પોલીસ યોગેન્દ્ર યાદવને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ નારેબારી કરતા તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ, સોમવારે અકોલામાં ‘લોકશાહી સુરક્ષા આની આપલમ મત’ વિષય પર એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.

આ દરમિયાન લોકતાત્રિક મંચના સંયોજક અને ચૂંટણી વિશેષજ્ઞ યોગેન્દ્ર યાદવ ભાષણ આપી રહ્યા હતા. ત્યારે જ વંચિત બહુજન અઘાડીના કાર્યકર્તાઓએ ભાષણના કાર્યક્રમને બાધિત કરી દીધો હતો. આ ઘટના અકોલા જિલ્લા પરિષદના કર્મચારી ભવનમાં થઇ હતી, જ્યાં બેઠકને સંબોધિત કરતી વખત વંચિત બહુજન અઘાડીના કાર્યકર્તાઓએ યોગેન્દ્ર યાદવ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી અને મંચ પર હોબાળો કર્યો હતો. કાર્યકર્તાઓએ સભા દરમિયાન ખુરશીઓ તોડી દીધી અને મંચ પરથી માઇક અને અન્ય સામાન ફેકી દીધો.

યોગેન્દ્ર યાદવને ઘેરીને તેમણે ‘જવાબ દો, જવાબ દો’ના નારા લગાવ્યા. સ્થિતિ એટલી વણસી ગઇ કે પોલીસે હસ્તક્ષેપ કરવો પડ્યો. પોલીસે જ્યારે યોગેન્દ્ર યાદવને સુરક્ષિત સ્થળે લઇ જવાનો પ્રયાસ કર્યો તો વંચિત કાર્યકર્તાઓએ પોલીસ વાહન પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. યોગેન્દ્ર યાદવનું ભાષણ મુખ્ય રૂપે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને સમર્થન આપવા પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ વંચિત કાર્યકર્તાઓએ તેમના વલણનો વિરોધ કર્યો હતો.

કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, તેમને વિશ્વાસમાં લીધા વિના એવી વાતો કેમ કહેવામાં આવી રહી છે, જે તેમના રાજકીય ક્ષેત્ર વિરુદ્ધ છે. તો યોગેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘આજે અકોલા (મહારાષ્ટ્ર)માં મારા પર અને ભારત જોડો અભિયાનના સાથીઓ પર જે હુમલો થયો, તે દરેક લોકશાહી પ્રેમી માટે ગંભીર ચિંતાનો વિષય છે. ભારત જોડો અભિયાનના વિદર્ભ પ્રવાસના ભાગ રૂપે, અમે “સંવિધાનની રક્ષા અને આપણો મત” વિષય પર એક પરિષદ કરી રહ્યા હતા, ત્યારે મને બોલતા રોકવા માટે 40-50 લોકોનું ટોળું સ્ટેજ પર ચઢી ગયું અને મારી તરફ આગળ વધ્યું.

અમે બેસી રહ્યા અને સ્થાનિક સાથીઓએ એક ઘેરો બનાવીને અમારું રક્ષણ કર્યું. પોલીસ આવ્યા બાદ પણ લુખ્ખાઓ દ્વારા હુમલા અને તોડફોડ ચાલુ જ હતી. સભા ત્યાં જ પૂરી થઇ. છેલ્લા 25 વર્ષમાં મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ પ્રવચનો આપ્યા છે, પરંતુ એવું પહેલા ક્યારેય બન્યું નથી. આ માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં, પરંતુ બંધારણ અને લોકશાહીમાં માનનારાઓ માટે પણ દુઃખદ છે. આ ઘટના આપણા લોકતંત્રની રક્ષા માટેના આપણા સમર્પણને વધુ મજબૂત કરે છે. જે મારા બોલવાથી ડરે છે, એ સાંભળી લે– હું અકોલા પાછો આવીશ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp