રોડ કિનારે 20,000 ફેંકી વ્યક્તિની લોકોને 'મની હન્ટ ચેલેન્જ', પોલીસે ભૂત ઉતાર્યું

PC: navbharattimes.indiatimes.com

વાયરલ વીડિયોમાં, કન્ટેન્ટ સર્જક હકીકતમાં રસ્તાના કિનારે બે જગ્યાએ 20,000 રૂપિયા ફેંકતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે લોકોને મની હન્ટ ચેલેન્જ પણ આપી હતી. પરંતુ તેના કારણે રોડ પર ખુબ મોટી ભીડ એકઠી થવા લાગી હતી અને પોલીસે આ વીડિયો જોઈને તેની સામે કાર્યવાહી કરી હતી.

એક ઇન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર પબ્લિસિટી સ્ટંટ કરવાના ચક્કરમાં ખરાબ રીતે કાનૂનના સકંજામાં ફસાઈ ગયો છે. તેનું કારણ એ હતું કે, પબ્લિસિટી સ્ટંટના કારણે ન માત્ર ટ્રાફિકમાં સમસ્યા સર્જાઈ હતી, પરંતુ લોકોનો જીવ પણ જોખમમાં મૂકાયો હતો. આ ઘટના હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર બની હતી, જ્યાં એક કન્ટેન્ટ સર્જક રસ્તાના કિનારે 20,000 રૂપિયા ફેંકીને લોકોને મની હન્ટ ચેલેન્જ આપતો જોવા મળ્યો હતો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે કન્ટેન્ટ ક્રિએટર ઝાડીમાં પૈસા ફેંકે છે અને લોકોને તેને શોધવાનો પડકાર પણ આપે છે. આ સાથે તે વીડિયોમાં લોકેશન પણ જણાવે છે, કે જેથી કરીને લોકો પૈસા શોધવા માટે ત્યાં પહોંચી શકે. આ સ્ટંટના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ પણ સામે આવવા લાગી. પોલીસે વાયરલ વીડિયો જોયા પછી કન્ટેન્ટ બનાવનાર સામે કાર્યવાહી કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Dw Entertainment (@dwentertainment)

રાચકોંડા પોલીસે આ કેસમાં કન્ટેન્ટ સર્જકની ધરપકડ કરી છે. એક્સ પર સંપૂર્ણ માહિતી શેર કરતી વખતે, રાચકોંડા પોલીસે લખ્યું છે, 'બેજવાબદાર કન્ટેન્ટ સર્જકની ધરપકડ કરાઈ. હાલમાં જ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે, એક વ્યક્તિ ORRના રસ્તા પર 20,000 રૂપિયાનું બંડલ ફેંકી રહ્યો હતો અને લોકોને મની હન્ટ ચેલેન્જ આપી રહ્યો હતો. આ બેજવાબદાર કૃત્યથી અરાજકતા અને અસુવિધાનું વાતાવરણ ઊભું થયું છે, જે એક મોટો ખતરો છે.'

સાથે જ પોલીસે એવો સંદેશ પણ આપ્યો છે કે, લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રામાણિકપણે હેન્ડલ કરવું જોઈએ અને તેમની કન્ટેન્ટ જવાબદારીપૂર્વક બનાવવી જોઈએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સાથે પોલીસે બંને વીડિયો પણ શેર કર્યો છે. એક વીડિયોમાં કન્ટેન્ટ ક્રિએટર મની હન્ટ ચેલેન્જ આપતો જોવા મળે છે અને બીજા વીડિયોમાં તે પોલીસની કસ્ટડીમાં છે. આ ક્લિપને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યુઝર્સે પણ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp