Maruti Suzukiની ICICI બેંક સાથે ડીલ, ઓછાં EMI પર કાર ઓફર

PC: intoday.in

કોરોના સંકટના કારણે કારોનું વેચાણ અટકી પડ્યું છે. હવે ઓટો કંપનીઓ ગ્રાહકોને લલચાવવા માટે ઘણા પ્રકારની સ્કીમ લઈને આવી છે. લોકડાઉનની વચ્ચે Maruti Suzuki હવે કાર ખરીદવા પર EMI સાથે સંકળાયેલી ઘણા પ્રકારની રાહત આપવામાં આવી રહી છે. વાત જાણે એમ છે કે, દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની Maruti Suzuki ઈન્ડિયાએ જણાવ્યું કે, તેણે પોતાના ગ્રાહકોને સારી લોન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ICICI બેંકની સાથે કરાર કર્યો છે.

તે અંતર્ગત કાર ખરીદનારાને EMIના મામલામાં થોડી રાહત આપવામાં આવશે. Maruti Suzukiએ એક નિવેદનમાં કહ્યું કે, ગઠજોડની સાથે ICICI બેંકની સાથે એક એવી સ્કીમ લઈને આવી છે. ખાસ કરીને કોરોનાના કારણે ગ્રાહકોના હપ્તાનો બોજો ઓછો કરવા માટે આ પ્રકારની ડીલ કરવામાં આવી છે. Maruti Suzukiના જણાવ્યા અનુસાર, તે અંતર્ગત ગ્રાહકોને શરૂઆતમાં ઓછાં હપ્તા આપવાની સુવિધા મળશે, જેથી તેમને કોરોના મહામારીના કારણે કેશની સમસ્યામાંથી બહાર આવવામાં મદદ મળે. EMIની રકમ એક લાખ રૂપિયાની લોન પર 899 રૂપિયાથી શરૂ થશે.

ICICI બેંક Maruti Suzukiના અન્ય ગ્રાહકોને પણ આ પ્રકારની EMI યોજના રજૂ કરી છે. નિવેદન અનુસાર, Maruti Suzukiના દેશભરમાં 3000 કરતા વધુ વેચાણ કેન્દ્રો છે અને ICICI બેંકની શાખાઓની સંખ્યા 5380 છે. Maruti Suzukiની આ સ્કીમનો ફાયદો એ ગ્રાકોને મળશે જે કાર ખરીદવી યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત, ICICI બેંક Maruti Suzukiની કાર પર 100 ટકા સુધી ઓન-રોડ ફંડિગ આપી રહ્યું છે. જોકે, આ ઓફર્સ Maruti Suzukiની કેટલીક પસંદ કરાયેલી કારો પર જ ઉપલબ્ધ છે.

Baloon EMI

Baloon EMI સ્કીમ અંતર્ગત ખરીદનારા ગ્રાહકોએ ઓછાં EMI આપવા પડશે. આ ઓફર અંતર્ગત Marutiની કાર ખરીદવા પર, છેલ્લા EMIને છોડીને તમામ EMI પ્રતિ લાખ લોન પર 1797 રૂપિયા રહેશે. જ્યારે છેલ્લી EMI લોન રકમનું એક ચતૃથાંશ હશે.

Step Up EMI સ્કીમ

Step Up EMI સ્કીમ અનુસાર, ગ્રાહકોને પોતાની આવક વધવાની સાથે દરેક વર્ષે 10 ટકા સુધીની EMIની રકમ વધારવાનો વિકલ્પ મળે છે. આ ઓફર અનુસાર, પહેલા વર્ષે EMI 1752 રૂપિયા પ્રતિ લાખથી શરૂ કરવામાં આવી શકે છે, જે દર વર્ષે 10 ટકા વધશે. તે અંતર્ગત પાંચ વર્ષો માટે લોન લેવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp