લગ્નના મંડપમાં પહોંચી દુલ્હન અને ભાગી ગયો વરરાજો

PC: tripsavvy.com

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આયોજિત એક સમૂહ લગ્નમાં જ્યારે મંડપ પર એક મહિલા આવી પહોંચી તો વિવાદ શરૂ થઈ ગયો, ત્યાર બાદ ફેરા ફર્યા પહેલા જ વરરાજા ત્યાંથી ભાગી ગયો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજકુમાર ઈંટર કોલેજમાં આયોજિત આ સમૂહ લગ્નમાં જ્યારે એક વિધવા મહિલાએ આવીને ત્યાં હંગામો શરૂ કરી દીધો. તે મહિલા વરરાજા પર આરોપ લગાવ્યો હતો કે, વરરાજાએ તેને લગ્નનો વાયદો આપી અને તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યો હતો અને તેને ગર્ભવતી બનાવ્યા પછી અન્ય યુવતિ સાથે લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ વધી જતાં  ખંડ વિકાસના અધિકારીએ તે દંપત્તિના લગ્નને અટકાવી દીધા હતાં અને પોલીસને જાણ કરી દીધી હતી. તો અવસરનો લાભ જોઈને આરોપી વરરાજો મંડપમાંથી ભાગી ગયો હતો.

તે મહિલાનો આરોપ છે કે, યુવક તેને પાછલા 11 મહિનાથી લગ્નનો વાયદો આપી રહ્યો હતો અને સાથે જ તેની સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા હતાં. જેને કારણે મહિલા ગર્ભવતી થઈ ગઈ. પોલીસ મંડપ પર આવે તે પહેલા જ વરરાજો ભાગી ગયો હતો. મહિલાની ફરિયાદ પર તે દંપત્તિના લગ્ન પણ રોકી દેવામાં આવ્યા હતા અને પોલીસને તેની જાણ કરી દેવામાં આવી હતી.

પોલીસ જણાવે છે કે, ખંડ વિકાસ અધિકારીના માધ્યમથી મહિલાની ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને વરરાજા પરિવારના સભ્યો જોડે પૂછપરછ કરીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp