કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આ 3 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

PC: twitter.com

આ વખતે ઉનાળાની સિઝનમાં ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસતો રહ્યો અને કાળઝાળ ગરમીનો પણ ગુજરાતના લોકોએ અનુભવ કર્યો. હવે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 11થી 13 મે દરમિયાન વરસાદ પડશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન કેવું રહેશે તેની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 5 દિવસોની અંદર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. જો કે ચોથા અને પાંચમા દિવસે કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન યથાવત રહેશે.

અત્યારે અમદાવાદનું તાપમાન 43.3 અને ગાંધીનગરનું 42 ડિગ્રી તાપમાન છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યૂ ચૌહાણે કર્યું હતું કે, 11, 12 અને 13 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. 11 તારીખે ડાંગ, 12 અને 13 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી,નવસારી ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. બે દિવસમાં કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયા કાંઠે ગરમ અને ભેજવાળા પવનો ફુંકાશે. અત્યારે દરિયાકાંઠા પર દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઇ રહ્યા છે, જે વરસાદ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp