ચોમસાએ વિદાય લીધી, જાણો 33 જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ?

PC: alaraby.co.uk

15 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેતુ હોય છે. ચોમાસાની આ અંતિમ તારીખ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ખરાબ સ્થિતિ પાકિસ્તાન સરહદ પરના તાલુકાઓની છે. જ્યાં 1થી 3 ઇંચ વરસાદ થયો હોવાથી દુષ્કાળ આવી ગયો છે પણ સરકારે ત્યાં કોઈ મદદ હજુ પહોંચાડી નથી. જ્યાં કચ્છનું નાનું અને મોટું રણ મળે છે ત્યાં મોટા ભાગે દુષ્કાળ છે.

કચ્છના જ રાપરમાં 1.02 ઇંચ, અબડાસામાં 2.08 ઇંચ, બનાસકાંઠાના સુઇગામમાં 2.20 ઇંચ, વાવમાં 1 ઇંચ નખત્રાણામાં 2.59 ઇંચ વરસાદ પડ્યો છે. આમ, 7 તાલુકામાં ૩ ઇંચથી પણ ઓછો થયો છે. કચ્છ સરહદે લખપતમાં 3.44 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી ઓછો 3.97 ઇંચ, બનાસકાંઠામાં 7.20 ઇંચ વરસાદ થયો છે. ગયા વર્ષે કચ્છમાં સરેરાશ 14.76 ઇંચ વરસાદ થયો હતો. બનાસકાંઠામાં સરેરાશ 42.24 ઇંચ વરસાદ થયો હતો. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં પણ વરસાદની તંગી છે.

માલ અને માણસોની હિજરત

કચ્છમાં ઓછો વરસાદ પડવાના કારણે 20 લાખ પશુઓના ઘાસચારાનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે અને જેના કારણે કચ્છના કેટલાક તાલુકાઓમાંથી માલધારીઓએ હિજરત શરૂ કરી છે. છતાં રાજ્ય સરકારે પૂરતું ઘાસ કાપવાનું શરૂ કર્યું નથી. કચ્છના રાપરમાં લગભગ સવા બે લાખ લોકોની વસ્તી છે અને પોણા ત્રણ લાખ પશુઓ છે. જ્યાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. રાપરમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. 25 ઘાસ ડેપો ખોલવામાં આવ્યા છે અને માત્ર 16 હજાર જેટલા પશુ માલિકોને ઘાસ આપવાની પરમિટ આપી છે. અત્યાર સુધીમાં 6,189 ગાંસડી એટલે કે 5 લાખ કિલો ઘાસ આપવામાં આવ્યું છે. રાપરના અનેક વિસ્તારોમાંથી હવે ઘાસચારો ન મળવાના કારણે માલધારીઓ આસપાસના જિલ્લાઓ અને છેક ગીરના જંગલો સુધીના વિસ્તારોમાં હિજરત શરૂ કરી દીધી છે.

33 જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ?

કચ્છ - 26.51%
પાટણ - 30.59%
બનાસકાંઠા - 33.06%
મહેસાણા - 33.82%
ગાંધીનગર - 39.33%
અમદાવાદ - 39.43%
મોરબી - 43.40%
ભાવનગર - 55.55%
મહીસાગર - 56.50%
વડોદરા - 58.48%
સાબરકાંઠા - 58.12%
બોટાદ - 61.62%
નર્મદા - 66.12%
દાહોદ - 67.16%
ખેડા - 67.70%
છોટાઉદેપુર - 67.16%
અરવલ્લી - 67.78%
પંચમહાલ - 78.15%
સુરેન્દ્રનગર- 41.98%
રાજકોટ - 54.72%
પોરબંદર - 60.58%
જૂનાગઢ - 91.70%
અમરેલી - 76.53%
તાપી - 85.99%
સુરત - 90.78%
ડાંગ - 93.10%
આણંદ - 101.80%
ભરૂચ - 101.84%
નવસારી - 109.78%
વલસાડ - 101.69%
ગીર-સમોનાથ - 139.85%

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp