MP નારણ કાછડિયાની નીતિન પટેલને લઇ વિવાદાસ્પદ ટીપ્પણી, અમે ગાંધીનગર આવતા ત્યારે..

PC: DainikBhaskar.com

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળની રચના પણ થઇ ગઈ છે અને નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રૂપાણી કેબિનેટના એક પણ મંત્રીને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે નીતિન પટેલને સરકારે સાઈડલાઈન કર્યા હોવાની પણ ચર્ચા રાજકીય લોબીમાં ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપના સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનો વિવાદ ખુલીને સામે આવ્યો છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના ફેસબૂક પેજ પર એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર ભાજપના સાંસદ નારણ કાછડીયાએ કોમેન્ટ કરી હતી કે, ગાંધીનગર અમે આવતા હતા ત્યારે સામે પણ જોતા નહીં, કામની વાત તો પછી રહી. અત્યારે ખબર પડી.

ભાજપના સાંસદ નારણ કાછડીયાએ આ પ્રકારે બે કોમેન્ટ કરતા જ સોશિયલ મીડિયામાં બંને વચ્ચેનો વિવાદ ખુલીને સામે આવ્યો છે. આ બાબતે અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ બાબતે જ્યારે Khabarchhe.com દ્વારા સાંસદ નારણ કાછડીયાને ફોન કરવામાં આવતા તેઓ ગાંધીનગર હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ સાંસદ નારણ કાછડીયાની નારાજગીનું કારણ તેમની નીતિન પટેલ સાથે ડૉક્ટરની બદલીને લઇને થયેલી તું-તું મે-મેં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેથી જ ભાજપના જ સાંસદે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સામે સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, થોડાં મહિનાઓ પહેલા સાંસદ નારણ કાછડીયાની સાવરકુંડલાની હોસ્પિટલના ડૉક્ટર સાથે વાતચીત કરતી ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. તેમાં દર્દીને દાખલ કરવા બાબતે સાંસદને ડૉક્ટરની સાથે બોલાચાલી થઇ હતી. આ બાબતે સાંસદ ડૉક્ટરની બદલી કરાવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. પણ ડૉક્ટરની બદલી થઇ નહતી. ત્યારબાદ સાંસદ નારણ કાછડીયાને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તું-તું મેં-મેં થઇ હતી. કદાચ આ કારણે સાંસદે નીતિન પટેલના વીડિયોમાં આ પ્રકારની કોમેન્ટ કરી હોઈ શકે છે. તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp