બિહારમાં સરકાર બદલાતા NDAને મોટું નુકસાન, જો આજે લોકસભાની ચૂંટણી થઈ તો..

PC: indianexpress.com

જો આજે લોકસભાની ચૂંટણી થઈ તો દેશમાં ફરીથી NDA સરકાર બનેલી રહેશે, પરંતુ તેને નીતિશ કુમાર સાથેનું ગઠબંધન તૂટવાથી મોટી નુકસાની ઉઠાવવી પડશે. એક ન્યૂઝ ચેનલ અને C વૉટરના મૂડ ઓફ ધ નેશન (MOTN) સરવેમાં આ વાત સામે આવી છે. સરવે મુજબ જો 1 ઑગસ્ટ સુધી લોકસભાની ચૂંટણી થતી તો 543 સીટોમાંથી NDAને 307 સીટો, UPAને 125 સીટો જ્યારે અન્ય પાર્ટીઓને 111 સીટો મળતી, પરંતુ જો બિહારમાં સરકાર બદલાયા બાદ ચૂંટણી થાય છે તો NDAને સીધી 21 સીટોનું નુકસાન થશે.

NDAની સીટો ઘટીને 286 થઈ જાય છે તો UPAને 146 સીટો જ્યારે અન્ય પાર્ટીઓને 111 સીટો મળતી. ન્યૂઝ ચેનલ અને C વૉટરે ફેબ્રુઆરી 2022થી લઈને 9 ઑગસ્ટ 2022 સુધી આ સરવે કર્યો હતો. આ સરવેમાં 1,22,016 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સરવેની તારીખ 9 ઑગસ્ટ એટલે નક્કી કરવામાં આવી કેમ કે, આ દિવસે એ નક્કી થઈ ગયું હતું કે નીતિશ કુમાર NDA સાથે ગઠબંધન તોડશે. તો જો અત્યારે ચૂંટણી થાય છે તો NDAને 41.4 ટકા વોટ મળશે તો UPAને 28.1 ટકા અને અન્ય પાર્ટીઓને 30.6 ટકા વોટ મળશે.

એટલે કે આ વખત પણ NDAને UPAથી 13.3 ટકા વધારે વોટ મળશે. સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, દેશના આગામી વડાપ્રધાન કોણ હશે? તો 53 ટકા લોકોએ નરેન્દ્ર મોદીના નામ પર મ્હોર લગાવી દીધી. સરવેમાં બીજા નંબર પર રાહુલ ગાંધીનું નામ છે જેમને 9 ટકા લોકોએ વોટ આપ્યા છે. તો આ સરવેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પાછળ છોડી દીધા છે. કેજરીવાલને 6 ટકા વોટ મળ્યા, જ્યારે યોગી આદિત્યનાથને 5 ટકા અને શાહને 3 ટકા વોટ મળ્યા છે.

સરવેમાં NDA સરકારના કામને જ્યાં 28.1 ટકા લોકોએ ખૂબ સારું ગણાવ્યું તો 23.7 ટકા લોકોએ તેને ખૂબ ખરાબ ગણાવ્યું. જોકે સરવેમાં 28 ટકા લોકો એવા પણ હતા, જેમણે NDAના કામકાજને સારી શ્રેણીમાં રાખ્યું. તો 8.5 ટકાએ વર્તમાન સરકારના કામને ખરાબ બતાવ્યું છે. સરવે હેઠળ દેશમાં 42.8 ટકા લોકો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સારું કામ કર્યું છે, પરંતુ તેમના કામને માત્ર 22.7 ટકા લોકોએ જ ખૂબ સારું ગણાવ્યું છે. તો તેમના કામને 13.2 ટકા લોકોએ ખરાબ અને 12.9 ટકા લોકોએ ખૂબ ખરાબ બતાવ્યું છે.

મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિઓને લઈને જ્યારે લોકોને સવાલ કરવામાં આવ્યો તો 25 ટકા લોકોએ માન્યું કે કોરોનાકાળમાં સરકારે સારું કામ કર્યું, જ્યારે 15 ટકાએ આર્ટિકલ 370 હટાવવાને સૌથી મોટી ઉપલબ્ધિ તરીકે જોયું. એ સિવાય ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન માટે 12 ટકા, રામ મંદિર અને કાશી વિશ્વનાથ કોરિડોર માટે 8 ટકા, નોટબંધી માટે 7 ટકા અને NDA સરકારની યોજનાઓ માટે 6 ટકા લોકોએ વોટ આપ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp