EX બોયફ્રેન્ડ પર ભડકી નેહા, કહ્યું-હું મોઢું ખોલીશ તો તારો પરિવાર થઈ જશે એક્સપોઝ
સિંગર હિમાંશ કોહલી સાથે બ્રેકઅપને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેમના સંબંધોમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે. હિમાંશ સાથે બ્રેક અપ બાદ નેહા કેટલાક શોઝ તેમજ એક લાઈવ કોન્સર્ટ દરમિયાન રડતી દેખાઈ હતી. તેને જોતા એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે નેહા સાથે હિમાંશે દગાબાજી કરી છે. હવે આ સમગ્ર વિવાદ પર હિમાંશ કોહલીનો જવાબ આવ્યો છે. જેને સાંભળીને ફરી એકવાર નેહાએ જબરદસ્ત જવાબ આપ્યો છે. નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે ઈશારા-ઈશારામાં જ હિમાંશ પર પોતાની ઈમેજ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. નેહાએ લખ્યું છે. જે પણ લોકો મારા વિશે ખરાબ બોલે છે, તેઓ જુઠ્ઠા છે અને મારાથી જેલસ છે.
આ લોકોએ મારું નામ લઈને લાઈમલાઈટમાં આવવું હોય છે. પહેલા પણ આવું કરવામાં આવ્યું હતું, મારી પાછળ પણ આવું જ કરવામાં આવ્યું હતું. જો ફેમસ થવું હોય તો પોતાના કામથી બનો મારા નામથી નહીં. નેહાએ પોતાની પોસ્ટમાં ફરી એકવાર હિમાંશનું નામ તો નથી લીધું, પરંતુ એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે, તે હિમાંશને ટોણો મારી રહી છે. નેહાએ પોતાની પોસ્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, તે તેની (હિમાંશની) ફેમિલીને પણ એક્સપોઝ કરી શકે છે. નેહાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, જો મેં મારું મોઢું ખોલવાનું શરૂ કર્યું તો હું તારી મમ્મી, પપ્પા અને બહેનની કરતૂત પણ લોકોની સામે મુકી દઈશ. તેમણે મારી સાથે શું કર્યું હતું, મને શું-શું બોલ્યા હતા. મારા નામનો ઉપયોગ કરીને પોતાને બિચારો બનાવવાનો પ્રયત્ન ના કરો. મારાથી દૂર રહો અને મારા નામથી પણ.
જણાવી દઈએ કે, હાલમાં જ હિમાંશ કોહલીએ પણ નેહા કક્કડની સાથે પોતાના બ્રેકઅપને લઈને મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, આ બ્રેકઅપ બાદ તેને દુનિયાની સામે વિલન ચીતરવામાં આવ્યો. કોઈપણ રીયલ સ્ટોરી જાણવા નથી માગતું. આ ખૂબ જ અપસેટ કરનારું હતું. મેં કંઈ કહ્યું નહોતું અને તેણે જે કહ્યું તેના આધાર પર લોકો પોતપોતાના નિષ્કર્ષ પર પહોંચી ગયા હતા. હવે હિમાંશના આ નિવેદન બાદ નેહા કક્કડનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો છે અને તેણે આટલી લાંબી પોસ્ટ લખી નાંખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp