શું ખરેખર ટૉલ ગેટ પર 10 સેકન્ડથી વધુ સમય લાગે તો નથી આપવા પડતા પૈસા?

PC: sentinelassam.com

હવે ભારતમાં GNSSના માધ્યમથી પણ ટૉલ કલેક્શન સિસ્ટમ લાગૂ થઇ ગઇ છે. ત્યારબાદ ટૉલ ગેટ પર રોકાવું નહીં પડે અને સેટેલાઇટ સિસ્ટમના માધ્યમથી જ ટૉલ આપવો પડશે. ટૉલ ગેટ સાથે જોડાયેલી નવી સિસ્ટમ બાદ હવે એ નિયમની વાત થઇ રહી છે, જેના દ્વારા 100 મીટર લાંબી લાઇન કે 10 સેકન્ડથી વધુ વિકેન્ડ ટાઇમ થવા પર ટૉલ ફ્રી કરી દેવામાં આવે છે, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે, એવો કોઇ નિયમ નથી અને આ નિયમનો ક્યારેય ફાયદો મળતો નથી. તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ આખરે આ નિયમની શું છે કહાની.

શું છે એ નિયમ?

રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટૉલ ગેટ સાથે જોડાયેલા આ નિયમની ખૂબ ચર્ચા થાય છે અને તમે પણ ઘણી વખત તેની બાબતે વાંચ્યું હશે. આ નિયમના હિસાબે કોઇ પણ ગાડીને ટૉલ આપવામાં 10 સેકન્ડથી વધુ સમય લાગવો ન જોઇએ. જો એમ થાય છે તો પાછળની ગાડીને ટૉલ આપ્યા વિના જવાની મંજૂરી હોય છે. તેની સાથે જ એક નિયમ એવો પણ છે કે કોઇ પણ કારણે ટૉલ ગેટ પર 100 મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન ન હોવી જોઇએ. તેના માટે ટૉલ ગેટ પર 100 મીટર દૂર એક પીળી લાઇન પણ હોય છે.

જો વાહનોની લાઇન આ પીળી લાઇનથી પાર થઇ જાય તો ટૉલ ગેટ પર વાહનોને ટૉલ આપ્યા વિના જવાની મંજૂરી હોય છે એટલે કે જો લાઇન લાંબી છે તો ટૉલ આપ્યા વિના પણ તમે જઇ શકો છો, પરંતુ તમે નોટિસ કર્યું હશે કે આ નિયમ કદાચ જ કોઇ ટૉલ પર સારી રીતે લાગૂ કરવામાં આવે છે. તો જાણીએ આ નિયમની વાસ્તવિકતા શું છે?

શું છે આ નિયમની વાસ્તવિકતા?

તમને જણાવી દઇએ કે NHIએ 2021માં તેના માટે એક નોટિફિકેશન જાહેર પણ કરી હતી અને આ નિયમ લાગૂ પણ કર્યો હતો, પરંતુ તેમાં એક ફેક્ટ એ છે કે આ નિયમ બધા ટૉલ માટે નથી. આ નિયમ માત્ર એ ટૉલ માટે હતો, જે વર્ષ 2021 બાદ નવા ડિવિઝન તરફથી બન્યા છે. મે 2021માં હાઇવે ઓથોરિટીએ આ પ્રાવધાનને એ પ્રોજેક્ટ્સ માટે શરૂ કર્યું હતું, જ્યાં પ્રોજેક્ટ રિપોર્ટ પ્રોગ્રેસમાં હતો અને ટૉલ પ્લાઝા માટે જમીન એક્વાયર કરવાની હતી. એવામાં આ નિયમ માત્ર થોડા જ ટૉલ માટે લાગૂ કરવામાં આવ્યો હતો.

હવે નથી આ નિયમ:

ગયા મહિને જ આ નિયમને લઇને વધુ એક અપડેટ આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, હવે આ નિયમને પૂરી રીતે હટાવી દેવામાં આવ્યો છે એટલે કે હવે કોઇ પણ ટૉલ પર ટાઇમ લાગવા કે લાંબી લાઇન થવાની સ્થિતિમાં ફ્રીમાં જવાની મંજૂરી આપવામાં નહીં આવે. NHAIએ આ પોલિસીને પોતાની ટૉલ મેનેજમેન્ટ ગાઇડલાઇન્સથી હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ નિયમને લઇને લઇને લોકોમાં ખૂબ કન્ફ્યૂઝન હતું, ત્યારબાદ તેને હટાવી દેવામાં આવ્યું છે.

તેને લઇને NHAIને ખૂબ ફરિયાદ મળી હતી, પરંતુ નિયમોમાં કંઇક ક્લોઝ થવાના કારણે લોકોને તેનો ફાયદો મળતો નહોતો. સાથે જ NHAIનું કહેવું છે કે NHAI ફ્રી રૂલ્સ 2008માં તેનો કોઇ ઉલ્લેખ નહોતો. NHAIએ હવે ટૉલ પ્લાઝા પર ટ્રાફિકની દેખરેખ માટે એક લાઇવ ફીડ સિસ્ટમ શરૂ કરી છે. તેમાં વેઇટિંગ ટાઇમને 5 મિનિટ માનવામાં આવ્યો છે. જો કોઇને તેનાથી વધુ ટાઇમ ટૉલ ગેટ પર લાગે છે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને તેની દેખરેખ હંમેશાં રાખવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ કેટલાક જ ટૉલ ગેટ પર શરૂ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp