તણાવથી સંબંધો ઘટી રહ્યા છે, અમદાવાદમાં ખુશ જીવન માટેનો પરિસંવાદ કાર્યક્રમ યોજાશે

PC: Khabarchhe.com

આજકાલ મોટાભાગે દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પ્રકારે અસંતોષ જોવા મળે છે અને તેના કારણે ખુશીમાં ઘટાડો તેમજ માનસિક તણાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાગદોડથી ભરેલી જિંદગીમાં તણાવ સામાન્ય વાત બની ગઈ છે. આવા સંજોગોમાં પારિવારિક જીવનને સમતોલ અને સુખી બનાવવાની માસ્ટર કી વિશેનો પરિસંવાદ રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી યોજવામાં આવશે.

નોકરી ધંધામાં સતત વ્યસ્ત રહેતા લોકોને આજકાલ કામકાજ અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે જીવનને બહેતર બનાવવા તમામ લોકોને ઉપયોગી બની શકે એવી ટીપ્સ રામકૃષ્ણ આશ્રમ રાજકોટના વડા સ્વામી નિખીલેશ્વરાનંદજી તરફથી આ પરિસંવાદમાં આપવામાં આવશે. આ કાર્યક્રમ 20મી સપ્ટેમ્બરને ગુરૂવારે સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કલ્યાણ પુષ્ટિ હવેલી નજીક કલ્યાણ ટાવર સ્થિત રામકૃષ્ણ મઠ ખાતે યોજવામાં આવશે.

દરેક પરિવારમાં તમામ સભ્યો મોબાઈલ ફોનમાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે પરસ્પર વાતચીતનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તેના પરિમામે સંબંધોનો સેતુ નબળો પડી રહ્યો છે એટલું જ નહિ લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં મામુલી ફેરફારો કરીને અને સમતોલ જીવન જીવીને આપણે કેવી રીતે સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકીએ તેની જાણકારી આ પરિસંવાદમાં આપવામાં આવશે, એમ મઠના સ્વામી વેદનિષ્ઠાનંદજીએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp