નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે તેમની પાસે પૈસા નથી એટલે ચૂંટણી નથી લડી રહ્યા

PC: outlookindia.com

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, તેમણે ચૂંટણી લડવા સંબંધિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રસ્તાવને એમ કહેતા અસ્વીકાર કરી દીધો કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી એ પ્રકારનું ધન નથી. તેમણે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ (જે.પી. નડ્ડા)એ તેમને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો.એક અઠવાડિયા કે 10 દિવસ સુધી વિચાર્યા બાદ મેં જવાબ આપ્યો, નહીં. મારી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી. મને એ પણ સમસ્યા છે કે આંધ્ર પ્રદેશ કે તામિલનાડુ?

જીતવા લાયક વિભિન્ન માપદંડોનો પણ સવાલ છે. તમે આ સમુદાયથી છો કે તમે આ ધર્મથી છો? મને નથી લાગતું કે, હું એમ કરવામાં સક્ષમ છું. હું ખૂબ આભારી છું કે તેમણે મારી દલીલો સ્વીકારી. એટલે હું ચૂંટણી લડી રહી નથી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે, દેશના નાણા મંત્રી પાસે પણ લોકસભાની ચૂંટણી લડવા માટે પૂરતું ધન કેમ નથી? તો તેમણે કહ્યું કે, ભારતની સંચિત નિધિ તેમની પોતાની નથી. મારો પગાર, મારી આવક, મારી બચત મારી છે, ન કે ભારતની સંચિત નિધિ.

ભાજપે લોકસભાની ચૂંટણીમાં રાજ્યસભાના ઘણા સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી પિયુષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સામેલ છે. નિર્મલા સીતારમણ કર્ણાટક રાજ્યથી રાજ્યસભાના સભ્ય છે. તેમણે કહ્યું કે, તેઓ વિભિન્ન ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં પણ ભાગ લઇશ. હું પ્રચાર અભિયાનમાં સામેલ રહીશ. બધી પ્રમુખ રાજનીતિક પાર્ટીઓએ ચૂંટણી બોન્ડ હાંસલ કર્યા. આ મામલે કોઈને કંઇ પણ કહેવાનો નૈતિક અધિકાર નથી કેમ કે એ બધુ કાયદેસર અને કાયદા મુજબ હતું.

તેમણે એમ પણ કહ્યું કે, ચૂંટણી બોન્ડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખતા ચૂંટણીઓના નાણાકીય પોષણ માટે સારી પ્રણાલીને લઈને વધારે ચર્ચાની જરૂરિયાત છે. નિર્મલા સીતારમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, કાયદાને સુપ્રીમ કોર્ટે હવે ફગાવી દીધો છે, પરંતુ તેને સંસદમાં પાસ કરવામાં આવ્યો હતો અને બોન્ડ એ સમયના કાયદા મુજબ ખરીદવામાં આવ્યા હતા. તેને સંસદ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો અને કાયદાના આધારે બોન્ડ બધી પાર્ટીઓને મળ્યા. દરેકે બધા પાસે ફંડ હાંસલ કર્યું, ફંડ અપનારાઓએ દરેક પાર્ટીને ફંડ આપ્યું.

નિર્મલા સીતારમણે કહ્યું કે, જે પાર્ટી હવે કહી રહી છે કે આ કૌભાંડ છે, તેમણે જે પણ બોન્ડના મધ્યમથી પૈસા લીધા હતા. અંતે કોઈને બોલવાનો શું નૈતિક અધિકાર છે કેમ કે ત્યાં સુધી કાયદા મુજબ હતું. એ બધુ કાયદાથી થયું. એ પહેલાંની તુલનામાં એક સારું પગલું હતું. આ સંબંધમાં નવી સરકાર શું કરી શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એ સમજવાની જરૂરિયાત છે કે વ્યવસ્થાને કેવી રીતે સારી બનાવવામાં આવે. ચૂંટણી બોન્ડ પ્રણાલી અત્યારે પણ પાછલી વ્યવસ્થાથી સારી છે. આપણે અત્યારે જૂની સ્થિતિમાં છીએ. આપણે આ સંદર્ભમાં ઘણું બધુ કરવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp