દીકરી ભલે ગમે ત્યાં હોય, પણ હંમેશાં બાપના હૈયાની નજીક જ જોઈ છે

PC: newindianexpress.com

(Utkarsh Patel) મારા મતે આ સંસારમાં દીકરી એટલે જીવનો ટુકડો. નસીબવંતા લોકોને ત્યાં જ દીકરી જન્મે. અને દીકરી જન્મે એટલે પિતાનો જીવ પડીકે બંધાય, દીકરીનો બાપ જીવે ત્યાં સુધી એનો જીવ રહે દીકરીમાં. મા થોડી કાઠી બને કેમકે એ પણ કોઈકની દીકરી હોય અને બધું સહન કરી ચૂકી હોય પિતાનું ઘર મુકીને આવે ત્યારે. પણ બાપનું હૈયું હંમેશાં દીકરી માટે હંમેશાં વ્યથિત અને ભીનું રહે.

દીકરી નાની હોય ત્યારથી ઘરમાં ઝાંઝર ખખડે એમ ખડખડાટ મલકાતી હોય. એનું હાસ્ય એટલે જાણે બાપના જીવનમાં ઉનાળાના તડકામાં શીતળ છાયડો. ક્યારેક જમાદારની જેમ પિતા પર રોફ જમાવે અને ક્યારેક લાડકી બની જીદે ચઢીને ધાર્યુ કરાવે એ દીકરી.

દીકરી ભણવા જાય કે ફળિયામાં રમવા જાય માતા પિતાનો જીવ ત્યાં જ હોય જ્યાં દીકરી હોય. દીકરી નાની હોય કે પછી મોટી થઇને શાળા કોલેજ જતી હોય માનો જીવ સતત એની કાળજી લેવામાં પરોવાયેલો હોય! દીકરીના સુખી જીવન માટે જાણે કેટલાય સપના જોતો હોય અને એ સપના પૂરા કરવા રાત દિવસ મજૂરી કરે તેને કહેવાય દીકરીનો બાપ.

જીવનભરની શ્રમની ભેગી કરેલી મૂડી દીકરીના વિવાહમાં વાપરતો બાપ દીકરીને પારકે ઘરે જવા દે દુનિયાના રીતરિવાજ મુજબ. હૈયું ભારે હોય છતાંયે  વ્હાલિ દીકરીને પારકાનું ઘર પોતાનું કરવા વિદાય આપે તે દીકરીના મા બાપ. દીકરી વિદાય તો થાય પણ મા બાપનું હૈયું તો દીકરીની નજીક જ હોય.

દીકરી એટલે બાપના જીવનો ટુકડો અને માનો પડછાયો! દીકરીમાં મા અને બાપ બંનેવની આભા છલકાતી હોય! દીકરી ભલે દૂર હોય પણ એના હૈયામાં સતત મા બાપની લાગણીની ચિંતા હોતી હોય છે અને આજના સંસારમાં દીકરાઓ ખોટું ના લગાડશો પણ તમારા કરતા દીકરીઓ મા બાપની કાળજી લેવામાં હંમેશાં અગ્રેસર રહે છે. વંદન છે આ દિકરીઓને જે પારકાને પોતાના બનાવી એ સંસારમાં લક્ષ્મી રૂપે જીવે અને પોતાના મા બાપની લાગણી પણ કરે.

અગત્યનું:

દીકરીઓની કાળજી લેજો પછી એ તમારી દીકરી હોય કે તમારી પત્ની રૂપે આવેલી કોઈક બાપની દીકરી હોય. દીકરીને હૈયાની નજીક રાખજો.

(સુદામા)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp