એક નગરપાલિકામાં વિપક્ષ નથી, ગયા વખતે 6 નગરપાલિકામાં વિપક્ષ જ ન હતો

PC: DeshGujarat


નગરપાલિકાના પરિણામ આવી ગયા છે. જાફરાબાદ નગરપાલિકા બિનહરિફ થઈ છે જેમાં તમામ સભ્યો ભાજપના જ ચૂંટાયા છે. તે પણ હીરા સોલંકીની ધાકના કારણે આમ થયું છે. પરંતુ 2013માં નગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે 75માંથી 6 નગરપાલિકા એવી હતી કે જ્યાં એક પણ વિરોધ પક્ષ ન હતો. છ માંથી ભાજપ પાસે 5 નગરપાલિકા હતી. જેમાં ન તો કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે રહ્યો હતો કે ન તો અપક્ષ જીત્યા હતા.

છ નગરપાલિકાની તમામ બેઠકો એક જ પક્ષની પાસે રહી હતી. આ ઘટના લોકશાહી માટે અત્યંત ગંભીર ગણાય છે. કારણ કે સત્તાધારી પક્ષ જ્યારે ખોટું કરે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવનાર પ્રતિ પક્ષ હોવો જોઈએ. નહીંતર બે મર્યાદ સત્તા શાસક પક્ષ પાસે સરી પડતી હોય છે. તેમ ન થાય ત્યારે કમસે કમ એક વિપક્ષી સભ્ય તો હોવા જ જોઈએ. અલબત્ત પ્રજાએ મત આપીને આવો ચૂકાદો આપ્યો હતો. પરંતુ અડધા કરતાં વધારે પાલિકાઓ એવી હતી કે જ્યાં ધાકધમકી અને ડરના માર્યા સ્થાનિક લોકો ઉમેદવારી કરવા તૈયાર થયા ન હતા. કુતિયાણામાં આવું જ થયું હતું. જ્યાં ધમકીઓ આપીને બેસાડી દેવાયા હતા.

એક પાલિકા એવી હતી કે જેને સરકારે 15 વર્ષ સુધી ગ્રાન્ટ આપવાના ઠાગાઠૈયા કર્યા હતા. તેથી તે પુરી બોડી ભાજપ રહેવી લડી હતી. અને તમામ તે પક્ષમાંથી ચૂંટાયા હતા. આમ સ્થાનિક કક્ષાએ ગુંડાગીરી થાય છે એવું નથી સરકાર પણ નાણાકીય ગુંડાગીરી કરી શકે છે. વિપક્ષ સતત જ્યાં ચૂંટાય છે ત્યાં આવી નાણાકીય નાલાયકી સરકાર કરે છે. જેથી મતદાર અને શાસક બન્ને પરેશાન થાય છે.
2013માં માત્ર ભાજપના જ ચૂંટાયા હતા

  • ચાણસ્મા – 21
  • વલ્લભવિદ્યાનગર – 26
  • કોડીનાર – 27
  • રાપર – 21
  • સલાયા – 27
  • કુતિયાણામાં 12

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp