ઇલેક્ટ્રિક ગાડીમાં ફરિયાદો બાદ કેન્દ્રએ Olaને મોકલી નોટિસ,15 દિવસમાં માગ્યો જવાબ

PC: inc42.com

કેન્દ્ર સરકારે Ola ઇલેક્ટ્રિક વિરુદ્ધ ફરિયાદ પર શૉ-કોઝ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ હજારો ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરી છે. આ નોટિસ 3 ઓક્ટોબરે આપવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે Olaએ સેવાની કમીઓ, ભ્રામક જાહેરાતો, અનુસૂચિત ટ્રેડ પ્રેક્ટિસ અને કન્ઝ્યૂમર રાઇટ્સનું ઉલ્લંઘન કર્યું છે. Olaને નોટિસના 15 દિવસોની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે.

Ola ઇલેક્ટ્રિકને પોતાની સેવા સમસ્યાઓના કારણે ખૂબ નિંદાનો સામનો કરવો પડ્યો છે, જેમાં કોમેડિયન કુણાલ કામરા અને Olaના સંસ્થાપક ભાવિશ અગ્રવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર નોંકઝોંક પણ સામેલ છે. ગત દિવસોમાં કુણાલ અને ભાવિશ અગ્રવાલ વચ્ચે X પર શાબ્દિક વૉર થયું હતું. જેમાં Ola ઓનરે તેને સર્વિસ સેન્ટર આવીને જોબ જોઇન્ટ કરવાની ઓફર આપી હતી.

ઉપભોક્તા બાબતોના વિભાગ દ્વારા રાષ્ટ્રીય ઉપભોક્તા હેલ્પલાઇને 1 સપ્ટેમ્બર 2023 થી 20 ઑગસ્ટ 2024 વચ્ચે Olaના ઇ-સ્કૂટર્સ સંબંધિત 10,644 ફરિયાદો નોંધવામાં આવી છે. તેમાંથી 3389 કેસોમાં સેવામાં વિલંબ, 1899 ડિલિવરીમાં વિલંબ અને 1459 સર્વિસને લઇને વાયદાઓ સાથે સંબંધિત છે. આ ફરિયાદોએ કંપનીના ઉત્પાદનમાં ખામીઓ, સેકન્ડ હેન્ડ સ્કૂટરનું વેચાણ, રદ કરવામાં આવેલી બુકિંગ માટે રિફંડની કમી, સર્વિસિંગ બાદ સતત સમસ્યાઓ, ઓવર ચાર્જિંગમાં ગરબડી અને બેટરી સંબંધિત સમસ્યાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો છે.

ઉપભોક્તા મામલાઓના વિભાગના સચિવ નિધિ ખરેએ જણાવ્યું કે, CCPA Ola ઇલેક્ટ્રિક વિરુદ્ધ ઘણી ફરિયાદોની તપાસ કરી રહ્યું છે. જે ખાસ કરીને ખરાબ સેવા સંબંધિત છે. તેમણે કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે કંપની આ ચિંતાઓનું જલદી જ સમાધાન કરશે. તો Ola ઇલેક્ટ્રિકે આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી. વિવાદો અને તપાસ વચ્ચે કંપનીના શેરોમાં લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયો, GJ 90.26 રૂપિયા પર પહોંચી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp