ઓલામાં સર્વિસના ધાંધિયા છે અને કંપની 500ને છૂટા કરી દેવાની છે

PC: ololaelectric.com

ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની OLA ઈલેક્ટ્રિક સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીમાં મોટી છટણી જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો, તેમાં કામ કરતા લગભગ 500 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે, ઓલા ઇલેક્ટ્રિક કંપની પુનર્ગઠન ઝુંબેશના ભાગ રૂપે આ પગલાં લેવા જઈ રહી છે અને તેનાથી કંપનીના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને તેની અસર થવાની સંભાવના છે.

તાજેતરમાં જ પોતાનો IPO લોન્ચ કરીને શેરબજારમાં પ્રવેશ કરનારી, ભાવિશ અગ્રવાલની આગેવાની હેઠળની કંપની ઓલા ઈલેક્ટ્રીકે પુનર્ગઠન પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. એક અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, આ અભિયાનની અસર મોટા છટણી (OLA લેઓફ)ના સ્વરૂપમાં જોવા મળી શકે છે અને કંપની તેના કુલ કર્મચારીઓમાંથી 12 ટકાથી વધુને બહારનો રસ્તો બતાવી શકે છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં કંપનીમાં લગભગ 4000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને છટણીની અસર તેના અલગ-અલગ સેક્શનમાં કામ કરતા લોકો પર જોવા મળી શકે છે. 12 ટકા પર નજર કરીએ તો 500થી વધુ કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. OLA ઈલેક્ટ્રિકમાં રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા ડિસેમ્બર 2024માં સમાપ્ત થવાની ધારણા છે. અહીં તમને જણાવી દઈએ કે, ઓલા ઈલેક્ટ્રીકે વર્ષ 2022માં પણ આવું જ પગલું ભર્યું હતું.

ઇલેક્ટ્રિક સ્કૂટર (E-સ્કૂટર) ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રીકનો IPO ગયા વર્ષે 2 ઓગસ્ટે ખોલવામાં આવ્યો હતો અને તે 6 ઓગસ્ટ, 2024 સુધી ખુલ્લો રહ્યો હતો. આ IPOનું કદ રૂ. 6,145.56 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું અને તેની પ્રાઇસ બેન્ડ રૂ. 72 થી રૂ. 76 નક્કી કરવામાં આવી હતી. આ IPO હેઠળ, 195 શેરની લોટ સાઈઝ બનાવવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછું 14,820 રૂપિયાનું રોકાણ કરવાનું હતું. કંપનીના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તે કુલ 4.45 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. રિટેલ રોકાણકારોએ 4.05 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, જ્યારે QIB કેટેગરીએ 5.53 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું અને NIIએ 2.51 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.

નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઓલા ઈલેક્ટ્રીક દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર, આ ક્વાર્ટરમાં કંપનીની આવક 38.5 ટકાના ઉછાળા સાથે 1240 કરોડ રૂપિયા રહી છે. બીજા ક્વાર્ટરમાં ડિલિવરીમાં 73.6 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે વાર્ષિક ધોરણે 56,813 યુનિટથી વધીને 98,619 યુનિટ્સ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp