કોરોના કહેર વચ્ચે ગામના સરપંચોને કોરોના કમિટી બનાવવાનો ગુજરાત સરકારનો આદેશ

PC: tosshub.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસનો આંકડો દિનપ્રતિદિન વધી રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 241 થઈ ગઈ છે. 241 કેસમાં અમદાવાદમાં 133, ગાંધીનગરમાં 13, સુરતમાં 25, વડોદરામાં 18, રાજકોટમાં 11, ભાવનગરમાં 18, કચ્છમાં 2, મહેસાણામાં 2, ગીર સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પંચમહાલમાં 1, પાટણમાં 5, છોટાઉદેપુરમાં 2, જામનગર, મોરબી અને સાબરકાંઠામાં 1-1, આણંદમાં 2 અને દાહોદમાં 1 કેસ સામે આવ્યા છે. 241માંથી 17 લોકોના મોત નિપજ્યા છે અને 26 લોકો રિકવર થયા છે.

અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસની સંખ્યાને ધ્યાનમાં લઈને ક્લસ્ટર કોરેન્ટાઇન થયેલા વિસ્તારમાં પ્રતિદિન 500 કરતા વધુ લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતના મુખ્ય સચિવે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકોને માહિતી આપી હતી કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો પગ પેસારો ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દરેક ગામના સરપંચોને એક કોરોના કમિટી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોરોના કમિટી ગામની અંદર કોરોના વાયરસને સંક્રમણને અટકાવવાનું કામ કરશે. ગામની અંદર જે કોરોના કમિટી બનશે તેમાં સરપંચ, તલાટી મંત્રી અને આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગામના યુવાનો કમિટીમાં પોલીસ મિત્ર તરીકે કામગીરીમાં જોડાશે. બીજી તરફ તાલુકા અને જિલ્લાના ડેલિગગેટ્સને પણ આ કમિટીમાં સ્થાન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના વાયરસના કહેર વચ્ચે લોકો ગામની વાટ પકડી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો કહેર ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યની તમામ જિલ્લાની ચેકપોસ્ટ કોઈ ન ઓળંગી શકે તે પ્રકારની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp