સૌથી મોટા ડ્રગ સ્મગલરના ભાઈનો iPhone હેક, એપલ પર કર્યો 19000 કરોડનો કેસ

PC: intoday.in

દુનિયાના સૌથી મોટા ડ્રગ સ્મગલર પાબ્લો એસ્કોબારના ભાઈએ આઈફોન બનાવનારી કંપની એપલ પર 2.6 બિલિયન ડૉલરનો કેસ કર્યો છે. એટલે કે લગભગ 19,659 કરોડ રૂપિયાનો કેસ કર્યો છે. ડ્રગ તસ્કરના ભાઈ રોબર્ટો એસ્કોબારે કહ્યું કે, તેમનો iPhone હેક થઈ ગયો છે. ત્યાર પછી તેને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ધમકીભર્યા લેટર આવવા લાગ્યા છે. માટે તેમણે એપલ કંપની પર કેસ કર્યો છે.

અમેરિકન વેબસાઈટ ટીએમઝેડ અનુસાર, રોબર્ટો એસ્કોબારે લીગલ નોટિસમાં જણાવ્યું છે કે, તેમણે એપલ કંપની પર આટલી મોટી રકમનો કેસ કર્યો છે. રોર્બટોનો ફોન હેક કર્યા પછી ફેસટાઈમ દ્વારા તેમનું સરનામુ શોધવામાં આવ્યું છે. ત્યાર પછીથી તેમને ધમકીભર્યા પત્રો મળી રહ્યા છે.

એસ્કોબારે કહ્યું છે કે, એપલ કંપનીના કર્મચારી કહે છે કે, તેમનો ફોન દુનિયાનો સૌથી સુરક્ષિત ફોન છે. તો પછી કઈ રીતે મારો ફોન હેક કરી દેવામાં આવ્યો છે. તેમના ફેસટાઈમથી સરનામું શોધી લેવામાં આવ્યું અને પછી ધમકીભર્યા પત્રો મોકલવામાં આવી રહ્યા છે. પહેલા થયેલા હત્યાના પ્રયાસોને જોતા મેં સૌથી સુરક્ષિત ફોન લીધો હતો. તો આ ફોન પણ હેક થઈ ગયો છે.

રોર્બટોના લીગલ નોટિસમાં લખ્યું છે કે, તેમની સુરક્ષામાં સેંધ લાગ્યા પછી તે હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. માટે હવે તે ચાહે છે કે, તેમની સુરક્ષામાં ગાબડુ પાડનાર, ખોટી રીતે રિપ્રેસન્ટ કરનાર અને માનસિક દબાણ પેદા કરવાના આરોપમાં એપલ પર મોટી રકમનો કેસ ચાલે.

આ પહેલીવાર નથી જ્યારે રોબર્ટો એસ્કોબારનું નામ ફરી સ્માર્ટફોનથી જોડવામાં આવી રહ્યું છે. રોબર્ટો તેના મોટા ભાઈના કારોબાર મેડેલિન કાર્ટેલના અકાઉન્ટન્ટ હતા. માટે તેમના પર ખતરો મંડરાતો રહેતો હતો. આ વર્ષની શરૂઆતમાં રોબર્ટોને એક ફોલ્ડેબલ સ્માર્ટફોનની સાથે જોવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે તે સેમસંગ ગેલેક્સી ફોલ્ડેબલ કે હુવેઈ મેચ એક્સમાથી કોઈ ફોન હોઈ શકે છે. પણ આ ફોન તેની મજબૂતી માટે ઓળખાય છે.

એક વેબસાઈટ સાથે વાત કરતા રોર્બટોએ જણાવ્યું કે, તે એપલ કંપનીને કોર્ટમાં હરાવી દેશે. કારણ કે મારો વકીલ 30 બિલિયન ડૉલર લૉ સૂટ તૈયાર કરી રહ્યો છે. તેણે એપલ કંપની પર આરોપ લગાવ્યો છે કે, આ કંપની લોકોને છેતરે છે. ઘટિયા ફોન લોકોને આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp