અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ, પોલીસ હવે જાતે જ જજ બની ગઇ છે
અમરેલીમાં એક પાટીદાર દીકરીને પોલીસ રાત્રે 12 વાગ્યે ઉઠાવી લાવી હતી અને પછી તેણીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું એ વાત ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસ હવે જાતે જ ન્યાયાધીશ બની ગઇ છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા પહેલા સરઘસ કાઢે છે.
અમરેલીની પાટીદાર દીકરી કુંવારી છે અને ભાજપ નેતાને ત્યાં જોબ કરે છે, 2 ભાજપ નેતાની લડાઇમાં આ દીકરી ફસાઇ ગઇ, પરંતુ પોલીસે એટલું પણ ન વિચાર્યું કે આ કુંવારી છોકરીની જિંદગી બરબાદ થઇ જશે? પરિવાર સમાજનો સામનો કેવી રીતે કરશે?
ગુજરાતની કોર્ટ પણ આ બધું જોઇ રહી છે, પરંતુ કોર્ટ પણ કોઇ આકરું પગલું પોલીસ સામે લેતી નથી.
નિયમ એવો છે કે આરોપીને પોલીસ પકડે અને કોર્ટ ગુનો થયો છે કે નહીં તે નક્કી કરે અને પછી સજા જાહેર કરે. આ તો પોલીસ પોતે જ કોર્ટ બની ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp