7 વર્ષ પહેલા 10 હજારમાં કરી હતી મોતીની ખેતીની શરૂઆત, આજે કરે છે 10 લાખની કમાણી

PC: twitter.com

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં રહેતા સંજય ગંડાતે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા પારંપરિક ખેતી કરતા હતા. સંજયે થોડાં વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી. સફળતા ના મળી તો મોતીઓની ખેતી કરવાનું શરૂ કર્યું. છેલ્લાં 7 વર્ષથી તેઓ મોતીઓની ખેતી અને માર્કેટિંગનું કામ કરી રહ્યા છે. ભારતની સાથે જ ઈટલી, અમેરિકા જેવા દેશોમાં પણ તેમના મોતીઓની ડિમાન્ડ છે. હાલ તેઓ તેના દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સંજયે પોતાના ઘરે જ મોતીની ખેતીનું એક ટ્રેનિંગ સેન્ટર ખોલ્યું છે. જ્યાં તેઓ લોકોને તેની પ્રોસેસ વિશે જાણકારી આપે છે. તેમણે તેને માટે હાલ 6 હજાર રૂપિયા ફી નક્કી કરી છે. લોકડાઉન પહેલા મહારાષ્ટ્રની સાથે જ બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાંથી લોકો તેમની પાસે ટ્રેનિંગ માટે આવતા હતા.

કઈ રીતે કરી શકાય મોતીની ખેતી?

મોતીની ખેતી માટે ત્રણ વસ્તુ હોવી જરૂરી છે. એક ઓછામાં ઓછી 10*15નું તળાવ હોવુ જોઈએ. જેનું પાણી ખારું ના હોવુ જોઈએ, એટલે કે પીવાલાયક પાણી હોવુ જોઈએ. બીજું, છીપ હોવા જોઈએ, જેમાંથી મોતી બને છે. જો તમે ઈચ્છો તો નદીમાંથી પણ તે કાઢી શકાય અથવા ખરીદી પણ શકાય છે. ત્યારબાદ જરૂરી છે, મોતીના બીજ એટલે કે મોડ્યૂલની જેના પર કોટિંગ કરીને અલગ-અલગ આકારના મોતી બનાવાય છે. ટ્રેનિંગ માટે તમે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. તેઓ ફ્રીમાં મોતીની ખેતીની ટ્રેનિંગ આપે છે.

કઈ રીતે બને છે મોતી, શું છે તેની પ્રોસેસ?

છીપલામાંથી મોતી બનવામાં આશરે 15 મહિનાનો સમય લાગે છે. તેને માટે સૌથી પહેલા નદીમાંથી અથવા ખરીદીને છીપલા લાવવામાં આવે છે, તેને બેથી ત્રણ દિવસો સુધી એક જાળીમાં બાંધીને પોતાના તળાવમાં રાખવામાં આવે છે, જેથી તે પોતાને તે પર્યાવરણને અનુકૂળ બનાવી લે. તેનાથી તેની સર્જરીમાં સરળતા રહે છે.

ત્યારબાદ તેને ફરી તળાવમાંથી કાઢવામાં આવે છે. પછી એક કોમન સ્ક્રૂ ડ્રાઈવની મદદથી તેની સર્જરી કરવામાં આવે છે. પછી છીપલાનું બોક્સ થોડું ઓપન કરીને તેમા મોતીના બીજ નાંખવામાં આવે છે. ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવે છે. આ દરમિયાન જો છીપલાને વધુ ઈન્જરી થાય તો તેની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે.

આ છીપલાને એક નાઈલોનની જાળીદાર બેગમાં મુકીને નેટ દ્વારા તળાનમાં એક મીટર ઊંડા પાણીમાં લટકાવી દેવામાં આવે છે. ધ્યાન રહે કે, તળાવ પર વધુ આકરો તાપ ના પડે. ગરમીથી બચાવવા માટે તમે તેને વોટરપ્રૂફ પ્લાસ્ટિક સીટની મદદથી કવર કરી શકો છો. વરસાદની ઋતુમાં તેની ખેતી કરવી વધુ યોગ્ય રહે છે. પછી તેના ભોજન માટે ફૂગ અને છાણા નાંખવામાં આવે છે. દર 15-20 દિવસ પર મોનિટરિંગ કરવામાં આવે છે. જેથી, જો કોઈ છીપલું મરી જાય તો તેને કાઢી નાંખવામાં આવે. નહીં તો બીજા છીપલાને તે નુકસાન કરી શકે છે. સરેરાશ 40% છીપલા આ પ્રોસેસમાં મરી જાય છે.

મોતીની ખેતીનું ગણિત અને કમાણી

મોતીઓની ખેતી ઓછાં ખર્ચમાં વધુ કમાણીનો એક સારો વિકલ્પ છે. તમે તેના દ્વારા ઓછાં સમયમાં વધુ નફો કમાઈ શકો છો. નાના લેવલ પર શરૂઆત માટે આશરે એક હજાર છીપલાની જરૂર હોય છે. જો તમે પોતે નદીમાંથી છીપલા લાવો તો ખર્ચ ઓછો આવશે. જોકે, છીપલા શોધવા અને તેની ઓળખ કરવી એટલી સરળ નથી હોતી. જો તમે બહારથી તેની ખરીદી કરો તો એક નેચરલ છીપલાની કિંમત 70 રૂપિયા જ્યારે આર્ટિફિશિયલ છીપલા 5થી 7 રૂપિયામાં મળે છે. એટલે કે નેચરલ મોતીની ખેતી એક લાખ અને આર્ટિફિશિયલની 15થી 20 હજાર રૂપિયાના ખર્ચે કરી શકાય છે.

તૈયાર થયા બાદ એક ડિઝાઈનર નેચરલ મોતીની કિંમત એક હજારથી લઈને બે હજાર સુધીની હોય છે. જ્યારે નોર્મલ મોતી 100થી લઈને 500 રૂપિયામાં વેચાય છે. એક છીપલામાંથી વધુમાં વધુ બે મોતી બને છે. સંજયના જણાવ્યા અનુસાર, જો પ્રોફેશનલરીતે તેની ખેતી કરવામાં આવે તો 9 ગણા સુધી નફો કમાઈ શકાય છે. ઘણી મોટી કંપનીઓ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ પ્રોડક્ટ ખરીદી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp