કેરળના CM વિજયન CAA પર કહી દીધી આ વાત, રાહુલ ગાંધી પર લગાવ્યો મોટો આરોપ

PC: hindustantimes.com

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને ગુરુવારે કહ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAનું લક્ષ્ય મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનું છે અને એ સંઘ પરિવારના એજન્ડાનો હિસ્સો છે. મુખ્યમંત્રીએ હાલમાં જ CAA વિરોધી રેલીમાં લગાવવામાં આવેલા પોતાના આરોપોનું પુનરાવર્તન કર્યું. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ હાલમાં જ CAA પર પિનરાયી વિજયનના ભાષણોને લઈને તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

તિરુવનંતપુરમમાં CPM દ્વારા આયોજિત CAA વિરધી રેલીને સંબોધિત કરતા પિનરાયી વિજયને કહ્યું કે, આ કાયદો દેશના મુસ્લિમોને બીજા દરજ્જાના મુસ્લિમોની નાગરિકતા છીનવવા માટે સંઘ પરિવારનું હથિયાર છે. તેમણે એમ પણ કહ્યું કે CAA સંઘ પરિવારના સાંપ્રદાયિક એજન્ડાને લાગૂ કરવા માટે એક પુલ સમાન છે. પિનરાયી વિજયને ગુરુવારે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CAA પર મૌન સાધી રાખ્યું છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDFએ વિજયન પર દક્ષિણ રાજ્યમાં રાજનીતિક લાભ માટે CAAના મુદ્દાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદ તેમનું આ નિવેદન આવ્યું છે.

CMP દ્વારા CAA વિરોધમાં આયોજિત એક બેઠકને સંબોધિત કરતા વિજયને આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીએ દેશમાં વિવાદાસ્પદ કાયદાને લાગૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાની ભારત જોડો યાત્રા દરમિયાન એક શબ્દ પણ ન કહ્યો. તેમણે કહ્યું કે, પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ બાબતે કંઇ ન કહ્યું અને યાત્રા બાદ પણ તેમણે આ બાબતે કંઇ ન કહ્યું. આ અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે પિનરાયી વિજયનનું ઉદ્દેશ્ય મુસ્લિમ સમુદાયમાં અસુરક્ષા ઉત્પન્ન કરવાનું અને તેમની વચ્ચે ધર્માંધતાને પ્રોત્સાહન આપવાનું છે.

ભાજપના વરિષ્ઠ નેતા પી.કે. કૃષ્ણદાસે દાવો કર્યો કે CAA પર વિજયન દ્વારા આપવામાં આવેલું હાલનુ ભાષણ સંવૈધાનિક માપદંડો અને પદના શપથનું ઉલ્લંઘન છે અને આ પ્રકારે તેમણે પોતાના પદ પર બન્યા રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે. કૃષ્ણદાસે મલ્લપુરમમાં સોમવારે આયોજિત CAA વિરોધી રેલી દરમિયાન પિનરાયી વિજયન દ્વારા આપવામાં આવેલા નિવેદનોનો સંદર્ભ આપતા કહ્યું કે આ એ જ તર્ક હતા જે મોહમ્મદ અલી જિન્નાએ દશકો અગાઉ 2 રાષ્ટ્રોની માગ કરતા આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp