T20 વર્લ્ડ કપ ટીમમાં આ 10 ખેલાડીનું સ્થાન નિશ્ચિત, જાણો કોણ હશે બાકીના 5 ખેલાડી

PC: hindi.informalnewz.com

IPL 2024માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ T-20 વર્લ્ડ કપ 2024 માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, જો અહેવાલોનું માનીએ તો 10 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા છે. બાકીના 5 સ્પોટ માટે ખેલાડીઓની લાંબી યાદી છે અને દરેક જણ ટીમમાં પ્રવેશ મેળવવા માટે પોતાનું તમામ જોર લગાવવા તૈયાર છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમ પસંદ કરવા માટે જ્યારે ભારતીય પસંદગીકારો આ મહિનાના અંતમાં મળશે, ત્યારે તેઓને મોટા પડકારનો સામનો કરવો પડશે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમમાં 10 ખેલાડીઓની જગ્યા કન્ફર્મ થઈ ગઈ છે, જ્યારે 5 ખેલાડીઓને લઈને ટક્કર થશે. દેખીતી રીતે 10 ખેલાડીઓમાં તમામ મોટા નામ સામેલ છે. નવાઈની વાત એ છે કે, આ યાદીમાં રિંકુ સિંહનું નામ દેખાતું નથી.

T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં આ 10 ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત છેઃ રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.

IPL 2024માં પ્રદર્શન એ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે કે, ખાલી પાંચ જગ્યાઓ કોણ ભરશે, પરંતુ અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ માટે આ સરળ કાર્ય નહીં હોય. તેનું કારણ એ છે કે બાકીની જગ્યાઓ માટે ઘણા દાવેદારો છે. ચાલો જોઈએ કે આ 5 જગ્યાઓ પર કોણ હોઈ શકે છે...

રિષભ પંત ટીમ ઈન્ડિયાનો ફેવરિટ વિકેટકીપર છે. તેના બેકઅપ માટે ઘણા ખેલાડીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. સંજુ સેમસન, ઈશાન કિશન, KL રાહુલ, જીતેશ શર્મા અને ધ્રુવ જુરેલ પંતના બેકઅપના દાવેદારોમાં છે. જો કે, પ્રદર્શનના આધારે, અત્યાર સુધીના સૌથી મજબૂત દાવેદાર સંજુ સેમસન અને KL રાહુલ છે.

પહેલા એવા અહેવાલો આવી રહ્યા હતા કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓપનિંગ કરશે, પરંતુ કેપ્ટને આવી વાતોને નકારી કાઢી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને ટીમમાં જોવા મળે, પરંતુ જો KL રાહુલને સંજુ સેમસન સાથે ટીમમાં રાખવામાં આવે છે, તો ફક્ત એક જ વ્યક્તિને સ્થાન મળશે. ખરેખર, KL રાહુલ ઓપનિંગ પણ કરી શકે છે. જોકે, તાજેતરના સમયમાં યશસ્વી ઓપનિંગમાં સતત શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. જો શુભમન અને યશસ્વી બંનેની પસંદગી થશે તો રિંકુ સિંહનું સ્થાન જોખમમાં આવી જશે.

જો સંજુ સેમસન અથવા KL રાહુલ બેકઅપ વિકેટકીપર તરીકે હશે તો યશસ્વી જયસ્વાલનો ઓપનિંગનો દાવો મજબૂત છે, જ્યારે શુભમન ગિલ પણ રેસમાં છે. હવે વાત આવે છે કે કુલદીપ યાદવનો પાર્ટનર કોણ હશે, રવિન્દ્ર જાડેજા સિવાય યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈને સ્પિન આક્રમણમાં તક છે. જો કે, અક્ષર પટેલ પણ સ્પિન ઓલરાઉન્ડર તરીકે દાવો કરી રહ્યો છે.

ટીમમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. જો મોહમ્મદ શમી ફિટ ન હોય તો ત્રીજા ફાસ્ટ બોલર તરીકે આવેશનો દાવો મજબૂત દેખાય છે. જો કે યુવા સ્પીડ સ્ટાર મયંક યાદવ, ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને હર્ષલ પટેલ પણ ફોર્મમાં છે.

હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન છે, તેથી માનવામાં આવે છે કે તે ટીમમાં જ રહેશે. તેના સિવાય શિવમ દુબે બીજા પેસ ઓલરાઉન્ડર તરીકે પ્રબળ દાવેદાર છે. શિવમે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પણ સતત પ્રદર્શન કર્યું છે. જો કે, તે બોલિંગ નથી કરી રહ્યો, તેમ છતાં તેના સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp