અમદાવાદ: મહિલા ડોક્ટરની છેડતીનો પ્રયાસ કરનાર આધેડને પોલીસે ઝડપ્યો

PC: india.com

અમદાવાદમાં મહિલા ડોક્ટરને એક આધેડ વયની ઉંમરના વ્યક્તિ દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા ડોક્ટરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ આધેડ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના મુજબ અમદાવાદના જુહાપુરાના ગાયનેકોલોજિસ્ટ મહિલા ડોક્ટરને છેલ્લા એક વર્ષથી એક આધેડ ઉંમરનો શખ્સ અશ્લીલ હરકતો કરી હેરાન કરતો હતો. માજીદ શેખ નામનો આ શખ્સ અવારનવાર આ મહિલા ડોક્ટર ઘરેથી ક્લિનિક જવા નીકળે એ સમયે પીછો પણ કરતો હતો.

સોમવારના દિવસે સાંજે આરોપી માજીદ શેખે ફરી આ મહિલા ડોક્ટરનો પીછો કર્યો હતો અને શારિરીક છેડતીનો પ્રયાસ કર્યો હતો. મહિલા ડોક્ટરે તેનો વિરોધ કરતા આ શખ્સે તેમને મારી નાખવાની ધમકી આપી હતી. તેથી આ બાબતે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મહિલા ડોક્ટર દ્વારા અગાઉ પણ આ શખ્સ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આખરે પોલીસે આ શખ્સની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp