RTO કોન્સ્ટેબલના ઠેકાણેથી પોલીસને 234 કિલો ચાંદી, 2.87 કરોડ રોકડ અને...

PC: x.com

મધ્ય પ્રદેશ RTOનો પૂર્વ કર્મચારી આજકાલ ખૂબ ચર્ચામાં છે, તેના ઘરે પોલીસે રેડ પાડીને એટલી સંપત્તિ જપ્ત કરી છે કે, બધા ચોંકી ગયા છે. RTOના પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્મા પાસે 7.98 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે, જેમાં 2.87 કરોડ રૂપિયા તો રોકડ છે અને 234 કિલો ચાંદીનો પણ સમાવેશ થાય છે. લોકાયુક્ત પોલીસે રેડ પાડી હતી અને અખૂટ સંપત્તિ આ કોન્સ્ટેબલના સ્થળેથી જપ્ત કરી હતી.

લોકાયુક્તની વિશેષ પોલીસ પ્રતિષ્ઠાને 18-19 ડિસેમ્બરે ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલ સૌરભ શર્માના નિવાસ સ્થાને અને તેની ઓફિસે તપાસ કરી હતી અને તેની સાથે જોડાયેલા પરિસરમાંથી સંપત્તિ જપ્ત કરી હતી.

પોલીસ અધિકારી જયદીપ પ્રસાદે કહ્યું હતું કે, સૌરભ શર્માના પિતા આરકે શર્મા સરકારી ડૉક્ટર હતા અને 2015મા તેમનું નિધન થયું હતું, ત્યાર બાદ સૌરભને 2015માં અનુકંપાના આધારે રાજ્ય પરિવહન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્ત કરાયો હતો અને 2023મા તેણે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લઈ લીધી હતી.

અધિકારીએ જણાવ્યું કે, સૌરભે પોતાની ગેરકાયદેસર ધનનો ઉપયોગ માતા, પત્ની, સાળી અને નજીકના સહયોગી ચેતન સિંહ ગૌડ અને શરદ જેસવાલના નામ પર સ્કૂલ અને હોટેલ બનાવવા સહિતની મોટી સંપત્તિ ઉભી કરવા માટે કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, અરેરા કોલોનીના ઈ-7 સેક્ટરમાં તેમના આવાસ પર રેડ દરમિયાન 1.15 કરોડ રૂપિયાની વિદેશી કરન્સી, 50 લાખ રૂપિયાના દાગીના અને 2.21 કરોડ રૂપિયાના વાહનો સહિતની સંપત્તિ મળી હતી. પ્રસાદે જણાવ્યું કે તેમની ઓફિસ પર રેડ બાદ 1.72 કરોડ રૂપિયા રોકડા, 2.10 કરોડ રૂપિયાના મૂલ્યનું 234 કિલો ચાંદી અને 3 કરોડ રૂપિયાની અન્ય સંપત્તિઓ પણ મળી, પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સૌરભના વિવિધ ઠેકાણા પરથી 7.98 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યારસુધીમાં મળી આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp