બોલો, પ્રવિણ તોગડીયાએ આમરણાંત ઉપવાસ કરવા જોઈતા હતા કે નહીં?

PC: khabarchhe.com

વિશ્વ હિન્દુ પરિષદમાંથી હકાલપટ્ટી કર્યા પછી ડૉ.પ્રવિણ તોગડીયાએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દીધી, ડૉ તોગડીયા વ્યવસાયિક ડૉકટર પણ છે, તેમને ડાયબીટીઝ છે અને ઉપાવાસ કરવાની કેવી અસર થઈ શકે છે તે ડૉ તોગડીયા સારી રીતે જાણતા હતા છતાં બદલો લેવા માટે તોગડીયાએ ઉપવાસની જાહેરાંત કરી દીધી. આવું પહેલી વખત થયુ નથી. ડૉ પ્રવિણ તોગડીયા જે પાળી શકતા નથી તેવી જ વાતો કરતા આવ્યા છે. પછી તેમણે પોતાનું થુંકેલું ચાંટવુ પડે છે.

ગુજરાતમાં ભાજપની સત્તા ઉથલાવી શંકરસિંહ વાઘેલાએ સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારે જાહેરમાં બેફામ ઉચ્ચારણો કરતા ડૉ પ્રવિણ તોગડીયા સામે ગુનો નોંધાયો, ગુનો નોંધાયા પછી તેમણે બાળાસાહેબ ઠાકરેની સ્ટાઈલમાં કહ્યું કે મને પોલીસે હાથ લગાડયો તો ગુજરાત ભડકે ભળશે, શંકરસિંહ રાજકારણમાં તેમના પિતા સમાન છે. તેમણે પોલીસને આદેશ આપ્યો કે પ્રવિણ તોગડીયાને ઉંચકી જેલમાં નાખી દો, પોલીસે આદેશનો અમલ કર્યો, તોગડીયાની ધરપકડ બાદ ગુજરાત તો ઠીક ગુજરાતમાં એક સામાન્ય પાનનો ગલ્લો પણ સળગ્યો નહીં. પોલીસે ડૉ પ્રવિણ તોગડીયાને પકડ્યા તેમણે ધમકી આપી કે હું જામીન લઈશ નહીં, સરકાર મારી ઉપર કેસ પાછો લેશે તો જ હું જેલમાંથી બહાર આવીશ.

પણ સાબરમતી જેલમાં ગયા પછી પ્રવિણ તોગડીયાને જેલમાં મચ્છરો કરડયા ત્યારે જામીન નહીં લેવાની ટણી જતી રહી. એક જ અઠવાડીયામાં પ્રવિણ તોગડીયાએ જાતે જામીન અરજી કરી અને જામીન ઉપર જાતે જ છુટયા હતા. આમ આ કેસમાં પ્રવિણ તોગડીયા માનતા હતા કે હજારો લોકો તેમની પાછળ છે અને તેમની ધરપકડ બાદ રસ્તા ઉપર ઉતરી જશે પણ તેવુ થયું નહીં, અને સરકાર ડરીને કેસ પાછો ખેંચશે તો તેવુ પણ થયું નહીં જાતે જ જામીન લઈ બહાર આવવુ પડયું. હવે ભાજપના નેતાઓ સાથે વાંધો પડયો છે. તેમના ગામના ઘરનું નળિયું ખસે તો પણ તેમને તેમા ભાજપના નેતાઓનો હાથ લાગે છે. સુરત જતા રસ્તા તેમને અકસ્માત નડયો તેમને લાગ્યુ કે ભાજપના નેતાઓએ જ ટ્રક ડ્રાઈવરને મારી નાખવાની સુચના આપી હશે.

રાજસ્થાનની કોર્ટે પ્રવિણ તોગડીયા સામે એક જુના કેસમાં વોરંટ કાઢયુ તો તેમાં પણ તોગડીયાને દિલ્હી બેઠેલા ભાજપના દેખાયા હતા, પણ હિમંતભેર એક હિન્દુ નેતાને શોભે તેમ રાજસ્થાનની કોર્ટ સામે હાજર થવાને બદલે પોતે ભાગી ગયા અને પોતાના મળતીયા મારફતે પોતાનું અપહરણ થયુ હોવાનું નાટક કર્યુ, ત્યાર બાદ બેભાન થઈ જવાનું અને એમ્બુલન્સ મારફતે હોસ્પિટલમાં આવી ગયા, ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ સામે આંખમાં આંસુ સાથે ભાજપના નેતાઓ કેટલા પરેશાન કરે છે તેનો હિસાબ આપ્યો. ભાજપ સામે લડવુ હોય તો સામી છાતી લડવુ પડે. ભાજપના નેતાઓના  નામ લીધા વગર કોથળામાં પાનશેરી મારતા રહ્યા. ડરપોક નેતાની પાછળ લાંબો સમય ટોળુ રહેતુ નથી.

પરિષદમાંથી ડૉ તોગડીયાને કાઢી મુકયા ત્યારે તેમણે પોતાનો સમય પુરો માની કોઈ નવા કામ તરફ વળી જવુ હતું, પણ ભાજપ અને આરએસએસે કાઢી મુકયા એટલે તેમને હિન્દુત્વ યાદ આવ્યુ, મેં તેમણે ઉપવાસ શરૂ કયા તેના પહેલા જ દિવસે લખ્યુ હતું કે તોગડીયાના ઉપવાસ લાંબા ચાલશે નહીં, કારણ તોગડીયાને ખબર હોવા છતાં તેમણે ઝેરના પારખા કર્યા, હવે તેમના નામને કારણે ટોળા આવતા નથી તેવી ખબર હોવા છતાં ઉપવાસ સ્થળે હજારો લોકો આવશે તેવુ માની લીધુ, પણ અઢી દિવસના ઉપવાસમાં એક હજાર માણસ પણ આવ્યા નહીં, તોગડીયાને તબીયત પણ સારી નથી ત્યારે તેમનાથી ઉપવાસ શકય જ ન્હોતા. અને ઉપવાસ કરવા જ હતા, મૃત્યુપર્યત ઉપવાસ કરવા હતા પણ તેવી હિમંત તેમની અંદર નથી તેમની જીવવાની જિજીવિષા તેમને મરવા દેશે નહીં તેને તેમને ખબર છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp