અંતિમ દર્શન માટે પારિકરનું પાર્થિવ શરીર જ્યાં રાખવામાં આવ્યું ત્યાં શુદ્ધિકરણ

PC: hindustantimes.com

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારિકરના પાર્થિવ દેહને જે જગ્યાએ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા એ જગ્યાનું ત્યારબાદ શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. મામલાની સૂચના મળતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. અંતિમ દર્શન માટે પારિકરનો પાર્થિવ દેહ કલા અકાદમી પરિસરમાં રાખવામાં આવ્યું હતું.

ગોવાના કલા અને સંસ્કૃતિ મંત્રી ગોવિંદ ગૌડે ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, કલા અકાદમી મારા મંત્રાલય હેઠળ કામ કરે છે. અમે વહીવટી ઇમારતોમાં આ પ્રકારની કાયર્વાહીને પ્રોત્સાહન આપી શકીએ નહી, કલા અકાદમી પરિસરમા કેટલીક કાર્યવાહીને લઇને તપાસના આદેશ આપી દેવાયા છે.

કલા અને સંસ્કૃતિ કેન્દ્ર સચિવ ગુરૂદાસ પિલરનેકરે કહ્યું કે, અકાદમી સ્ટાફ દ્વારા ચાર પંડીતોને ઓમ નો મંત્રોચ્ચાર કરવા બોલાવવામાં આવ્યા હતા. આ કોઇ શુદ્ધિકરણની પ્રક્રિયા ન હતી, માત્ર ઓમનો મંત્રોચ્ચાર હતો. જો કે સચિવે એ જણાવ્યું ન હતું કે મંત્રોચ્ચાર કેમ કરાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મનોહર પારિકરનું 17મી માર્ચે 63 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ એક વર્ષથી કેન્સરથી પીડિત હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp